Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ કચ્છ LCBનો કોડાયમાં દારૂનો જથ્થો ઝડપ્યો:₹3.53 લાખનો મુદ્દામાલ જપ્ત, 1 આરોપીની ધરપકડ; બે આરોપી ફરાર

    15 hours ago

    પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ માંડવી તાલુકાના કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરી છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત કુલ ₹3.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે. LCB પશ્ચિમ કચ્છ ભુજની ટીમે બાતમીના આધારે કોડાય વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પ્રથમ કેસમાં, પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 664 બોટલો અને બીયરના 24 ટીન જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત ₹1,33,040 છે. આ ઉપરાંત, ₹500ની કિંમતનો એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ, પ્રથમ કેસમાં કુલ ₹1,33,540નો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ કેસમાં માંડવી તાલુકાના બીદડા વાડી વિસ્તારના રહેવાસી અમૃતભાઈ શામજી રામાણીની ધરપકડ કરવામાં આવી છે. બીદડા ગામના અર્જુન ભીખા સંઘાર અને બાબુ મંગા સંઘારને આરોપી તરીકે દર્શાવી તેમની ધરપકડ માટે વધુ કાર્યવાહી ચાલી રહી છે. બીજી કાર્યવાહીમાં પણ પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 85 બોટલો અને બીયરના 24 ટીન જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત ₹20,000 છે. આ ઉપરાંત, ₹2 લાખની કિંમતની એક ફોરવ્હીલર કાર પણ કબજે કરવામાં આવી હતી. આમ, બીજા કેસમાં કુલ ₹2.20 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ કેસમાં પણ બીદડા ગામના અર્જુન ભીખા સંઘારનું નામ સામે આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી બહાર છે. બંને કેસમાં LCB પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કુલ ₹3,53,540નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જોડિયાના વાવડીમાં કિસાન સત્યાગ્રહીની તબિયત લથડી:નીરા મહારાજને જોડિયા હોસ્પિટલ ખસેડાયા; મંદિર પરથી પસાર થતી વીજલાઇનના વિરોધમાં ઉપવાસ પર બેઠા હતા
    Next Article
    રક્ષાબંધન - જન્માષ્ટમીમાં 66 એક્સ્ટ્રા બસો દોડશે:રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરથી અમદાવાદ, ભાવનગર, સુરત, ભુજ જવા સવા ગણા ભાડા સાથે વધારાની બસો મૂકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment