Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હત્યાના ગુનામાં જામીન પર છુટેલો આરોપી મેફેડ્રોન સાથે ઝડપાયો:ડ્રગ એડિક્ટ બનતા ચાર દિવસ પહેલા સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે કરી રાજસ્થાનથી લઇ આવ્યો હોવાનું રટણ

    3 days ago

    રાજકોટ શહેર SOGએ સતત બીજા દિવસે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વાંકાનેર ચોકડી પાસેથી 24.940 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મહાવીરસિંહ ઉર્ફે મહાવીર વાળાની ધરપકડ કરી છે. પોલીસે ₹74,820 કિંમતનું એમડી ડ્રગ્સ, બલેનો કાર અને મોબાઈલ સહિત કુલ ₹7.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કાલાવડ રોડ પરથી 54.730 ગ્રામ MD સાથે તોસીફ આરીફ તુરીયાની ધરપકડ કરવામાં આવી હતી. હત્યાના ગુનામાં જામીન પર મુક્ત આરોપી ડ્રગ એડિક્ટ બન્યો ઝડપાયેલો આરોપી મહાવીરસિંહ વ્યવસાયે ડ્રાઈવર છે. તે ચાર દિવસ પહેલા સેલ્ફ-ડ્રાઈવમાં બલેનો કાર ભાડે લઈને રાજસ્થાન ગયો હતો અને સાંચોર નજીકથી મનોજ બિસ્નોઈ નામના શખ્સ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો. આરોપી 2023માં રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં જામીન પર મુક્ત થયેલો છે. આ ઉપરાંત તેની સામે મારામારી અને છેતરપિંડીના ગુના પણ નોંધાયેલા છે. પોતે ડ્રગ્સનો બંધાણી હોવાથી પોતાના સેવન માટે જથ્થો લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે, જે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. કાલાવડ રોડ પરથી પણ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું આ અગાઉના દિવસે પણ SOGએ કાલાવડ રોડ પરથી તોસીફ આરીફ તુરીયા નામના રિક્ષાચાલકને ₹1.64 લાખની કિંમતના 54.730 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. તે પણ બંધાણી બની જતાં રાજસ્થાની શખ્સ પાસેથી પહેલીવાર ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ SOGની ડ્રગ્સ વિરોધી ઝુંબેશના આંકડા ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર SOGએ 2025માં NDPSના 27 કેસમાં 38 આરોપીની ધરપકડ કરી ₹97.70 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જેમાં 748.55 ગ્રામ મેફેડ્રોન, 436.47 ગ્રામ હેરોઇન અને 114.19 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની સામે ચાલુ વર્ષે જાન્યુઆરી, 2026થી 20 ઓગસ્ટ, 2026 દરમિયાન 25 કેસમાં 37 આરોપીની ધરપકડ કરી ₹1.91 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે. જેમાં 274.222 કિલોગ્રામ ગાંજો, 2.86 કિલો અફીણ, 445.510 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 460.56 ગ્રામ મેફેડ્રોન, 19.300 કિલો પોષડોડા, 98.03 ગ્રામ ચરસનો જથ્થો કબ્જે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ગેરકાયદે હથિયારોનો રાફડો ફાટ્યો:SOGએ પિસ્તોલ સાથે પારસ ઉર્ફે પારલેજીની ધરપકડ કરી, એક મહિનામાં 57 હથિયારો પકડાયા
    Next Article
    મારામારીના ગુનામાં 5 સગીર સહિત 9 આરોપી ઝડપાયા:ગુટખાની પડીકી લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ પાઇપથી હુમલો કર્યો, વીડિયો વાઇરલ થતા પોલીસે કાન પકડીને ઉઠક બેઠક કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment