Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારામારીના ગુનામાં 5 સગીર સહિત 9 આરોપી ઝડપાયા:ગુટખાની પડીકી લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ પાઇપથી હુમલો કર્યો, વીડિયો વાઇરલ થતા પોલીસે કાન પકડીને ઉઠક બેઠક કરાવી

    3 days ago

    વડોદરામાં ગુટખાની પડીકી લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ મારામારી કરી પાઇપ વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. જેને પગલે અટલાદરા પોલીસે ગણતરીના કલાકોમાં 5 સગીર સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં આરોપીઓ પાસે કાન પકડીને ઉઠક બેઠક કરાવી હતી. દાહોદનો યુવક બહેનના ઘરનો સામાન શિફ્ટ કરવા આવ્યો હતો દાહોદ ખાતે રહેતો 32 વર્ષીય યુવક પોતાની બહેનના ઘરનો સામાન વડોદરા શહેરના ખિસકોલી સર્કલ વિસ્તારમાં આવેલા ગુલાબી વુડાના મકાનમાં શિફ્ટ કરવા માટે વડોદરા આવ્યો હતો. આ દરમિયાન તેઓ ત્યાં રોકાયા હતા. 19 ઓગસ્ટની રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં તેઓ ગુલાબી વુડાના મકાનના નાકા પાસે આવેલી દુકાનમાં ગુટખાની પડીકી લેવા ગયો હતો. દુકાનદારે છૂટા પૈસા લાવવાનું કહી બોલાચાલી કરી યુવકે ગુટખાની પડીકી લીધા બાદ દુકાનદારને 500 રૂપિયાની નોટ આપતા દુકાનદારે છૂટા પૈસા લાવવાનું કહી તેની સાથે બોલાચાલી કરી ગાળો બોલી હતી. યુવકે ગાળો નહીં બોલવાનું કહેતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ દુકાનદાર સહિત અન્ય 3 વ્યક્તિઓએ યુવક સાથે ઝપાઝપી કરી મારામારી શરૂ કરી હતી. ઈજા થતા ચક્કર ખાઈ નીચે પડી ગયો આ દરમિયાન દુકાનદાર તરીકે ઓળખાતા પૃથ્વીરાજ ઉર્ફે બિહારીએ પાઇપ વડે યુવકના મોઢા અને આંખ ઉપરના ભાગે તેમજ પીઠ અને જમણા પગના ભાગે માર માર્યો હતો. હુમલામાં યુવકને ઇજાઓ થતાં તે ચક્કર ખાઈને નીચે પડી ગયો હતો. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ગણતરીના કલાકોમાં આરોપીને શોધ્યા આ બનાવ અંગે યુવકે ફરિયાદ નોંધાવતા અટલાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સ્થાનિક સાક્ષીઓ તેમજ હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીઓને શોધી કાઢ્યા હતા. આરોપીઓ ઝડપાયા પોલીસે આ ગુનામાં પૃથ્વીરાજ ઉર્ફે બિહારી ઉમેશપ્રસાદ કેસરી (ઉં.વ.25), સંદિપ રણછોડભાઈ વાઘેલા (ઉં.વ.20), સચિન મહેન્દ્ર જાદવ (ઉં.વ.18) અને અનિકેત લક્ષ્મીપ્રસાદ કેસરી (ઉં.વ.18)ને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત 5 સગીરોને પણ શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હત્યાના ગુનામાં જામીન પર છુટેલો આરોપી મેફેડ્રોન સાથે ઝડપાયો:ડ્રગ એડિક્ટ બનતા ચાર દિવસ પહેલા સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે કરી રાજસ્થાનથી લઇ આવ્યો હોવાનું રટણ
    Next Article
    સી વોટર ટુ ડ્રિંકિંગ વોટર’ પ્રોજેક્ટ''ની ભેટ‎:નવસારીમાં દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવતો દેશી પ્રોજેક્ટ:1900 TDS પાણીનું 98 TDSમાં રૂપાંતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment