Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ગેરકાયદે હથિયારોનો રાફડો ફાટ્યો:SOGએ પિસ્તોલ સાથે પારસ ઉર્ફે પારલેજીની ધરપકડ કરી, એક મહિનામાં 57 હથિયારો પકડાયા

    3 days ago

    રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારો સામે પોલીસે લાલ આંખ કરી છે. SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને દેશી બનાવટની પિસ્તોલ સાથે પારસ ઉર્ફે પારલેજી પરમાર નામના શખ્સની અટકાયત કરી છે. પોલીસે ગુનો નોંધી આરોપી પાસેથી ₹40,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂની રંજિશમાં હથિયાર રાખતો હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પારસ વિરુદ્ધ અગાઉ થોરાળા પોલીસ સ્ટેશનમાં હથિયાર વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ બનાવ બાદ તે પોતાની પાસે ગેરકાયદે હથિયાર રાખતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ પિસ્તોલ ક્યારે અને કોની પાસેથી ખરીદી હતી તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે. એક મહિનામાં 57 હથિયારો ઝડપાયા છેલ્લા કેટલાક દિવસોમાં રાજકોટ પોલીસની અલગ-અલગ શાખાઓએ ગેરકાયદે હથિયારો વિરુદ્ધ સફળ દરોડા પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે સુરેન્દ્રનગરના ધીરા કુકડીયા નામના શખ્સ પાસેથી 4 ગેરકાયદે હથિયારો અને ₹80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે PCBએ વેપારી યાકીબ મામટી પાસેથી દેશી પિસ્તોલ તથા 9 જીવતા કાર્ટિજ અને અરબાઝ ઉર્ફે ફિરોઝ કાજી પાસેથી પિસ્તોલ તથા 2 જીવતા કાર્ટિજ કબજે કર્યા હતાં. રાજકોટ શહેર પોલીસે છેલ્લા એક મહિના દરમિયાન વિવિધ દરોડામાં કુલ 57 ગેરકાયદે હથિયારો ઝડપી લીધા છે.
    Click here to Read More
    Previous Article
    Lionel Messi, Cristiano Ronaldo Jerseys Go Head-To-Head In Auction. Here's What Happened Next
    Next Article
    હત્યાના ગુનામાં જામીન પર છુટેલો આરોપી મેફેડ્રોન સાથે ઝડપાયો:ડ્રગ એડિક્ટ બનતા ચાર દિવસ પહેલા સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે કરી રાજસ્થાનથી લઇ આવ્યો હોવાનું રટણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment