Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં વિદેશી દારૂ કેસનો ફરાર આરોપી પકડાયો:એક વર્ષથી નાસતા ફરતા ઈમરાનખાન મલેકને પોલીસે ઝડપ્યો

    1 day ago

    હળવદ તાલુકામાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. હળવદ પોલીસે આરોપી ઈમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેકને અમદાવાદની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજે લીધો છે. આરોપી ઈમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેક સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામનો રહેવાસી છે. હળવદ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હતો, જેમાં તે એક વર્ષથી નાસતો ફરતો હતો. હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે, જાણવા મળ્યું કે આરોપી ઈમરાનખાન સાણંદ જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના અન્ય એક ગુનામાં હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતો. હળવદ પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી તેનો કબજો લીધો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાન સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા:બિલ્ડિંગની તમામ લાઇટો બંધ કરી દેવાઇ, સ્ટાફના મોબાઇલ કબજે કરાયા; મીડિયાને નો-એન્ટ્રી
    Next Article
    ઈજનેરે સરપંચ-તલાટીને 3 દિવસમાં ખુલાસો પૂછતી નોટિસ ફટકારી‎:પાંડવા ગામે રૂ. 4 લાખના ખર્ચે બનેલું નાળુ 4-5 મહિનામાં તૂટ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment