Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈજનેરે સરપંચ-તલાટીને 3 દિવસમાં ખુલાસો પૂછતી નોટિસ ફટકારી‎:પાંડવા ગામે રૂ. 4 લાખના ખર્ચે બનેલું નાળુ 4-5 મહિનામાં તૂટ્યું

    1 day ago

    ડાંગ જિલ્લા પંચાયત હસ્તકની આહવા તાલુકા પંચાયત હેઠળ આવતી ચોક્યા ગ્રામ પંચાયત ફરી એકવાર વિવાદમાં આવી છે. સરકારની વર્ષ 2025-26ની એટીવીટી અને વિકાસશીલ સમિતિ યોજના હેઠળ પાંડવા ગામે વસંતભાઈ ચૌધરીના ઘર તરફ જતા રસ્તા પર રૂ. 4 લાખના ખર્ચે નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ નિર્માણ કાર્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા ગુણવત્તા વગરનું માટીવાળું ભાઠું અને નદીના મોટા પથ્થરો નાખીને ઉપરથી માત્ર પ્લાસ્ટર કરી દેવાયું હતું. પરિણામે, નિર્માણના માત્ર ચાર-પાંચ મહિનામાં જ આ નાળું તૂટી ગયું હતું અને કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. આ અંગેના અખબારી અહેવાલો બાદ તાલુકા પંચાયતના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.તાલુકા પંચાયતના અતિરિક્ત ઈજનેર ફાલ્ગુનીબેને પાંડવા ગામે પહોંચી સ્થળ તપાસ કરી હતી. ક્ષતિગ્રસ્ત નાળું જોઈ તેમણે તત્કાલિક રિપેરિંગ કરવાનો આદેશ આપ્યો છે અને નાળું તૂટવાના કારણો અંગે ત્રણ દિવસમાં લેખિત ખુલાસો રજૂ કરવા તલાટી અને સરપંચને કડક નોટિસ ફટકારી છે. નોટિસમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો નિયત સમયમાં ખુલાસો રજૂ કરવામાં નહીં આવે, તો ચોક્યા ગ્રામ પંચાયત સાથે ભવિષ્યના કોઈપણ સરકારી કામનું એગ્રીમેન્ટ કરવામાં આવશે નહીં. આ કડક વલણને પગલે બેદરકાર અધિકારીઓ અને સત્તાધીશોમાં ફાળ પડી છે.
    Click here to Read More
    Previous Article
    હળવદમાં વિદેશી દારૂ કેસનો ફરાર આરોપી પકડાયો:એક વર્ષથી નાસતા ફરતા ઈમરાનખાન મલેકને પોલીસે ઝડપ્યો
    Next Article
    6 Indians Onboard Hijacked Cargo Ship Carrying Turkish Weapons Near Somalia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment