Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી કરવા માંગ:પાલિકાની ટીમ ઢોર પકડવા જતા પશુપાલકો બાઈક લઈ પશુઓને દોડાવી મૂકતા પરેશાની

    11 hours ago

    પાટણ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ગુરુવારે સવારે પાટણ નગરપાલિકાની ઢોર પકડવાની ટીમે પદ્મનાભ ચોકડી વિસ્તારમાં વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. જોકે, આ કામગીરી દરમિયાન પાલિકાની ટીમને પશુપાલકોના ભારે અસહકાર અને દાદાગીરીનો સામનો કરવો પડ્યો હતો. ઢોર પકડવાની કામગીરી શરૂ થતાં જ સ્થાનિક પશુપાલકો પોતાના બાઇકો લઈને પાલિકાના ઢોર ડબ્બાની આગળ-પાછળ ચક્કર મારવા લાગ્યા હતા. પાલિકા કર્મચારીઓ જેવા પશુઓને પકડવા જાય કે તુરંત જ આ પશુપાલકો ઢોરને ભગાડી મૂકતા હતા, જેના કારણે ઢોર પકડવાની સમગ્ર ઝુંબેશ નિષ્ફળ જેવી નિવડી હતી. ​ પાલિકાની ટીમના કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પશુપાલકોની આ પ્રકારની હરકતોને કારણે પશુઓને કાબૂમાં લેવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ અંગે અગાઉ પણ તંત્ર અને પોલીસ ચોપડે અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પશુપાલકોની માનસિકતામાં કોઈ સુધારો આવ્યો નથી. ભરચક રસ્તાઓ પર પશુઓને દોડાવવાના કારણે માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાય છે. પાલિકા તંત્ર દ્વારા આવા અસામાજિક તત્વો અને નિયમભંગ કરતા પશુપાલકો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની ઉગ્ર માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ બાગાયત કચેરી દ્વારા કિચન ગાર્ડનની તાલીમ શિબિર યોજાઈ‎:પરિવારો કેમિકલમુક્ત શાકભાજી ઘર આંગણે જ ઉગાડતા થાય માટે મહિલાઓને તાલીમ
    Next Article
    આજે 21 ઓગસ્ટ વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ:યુવાનો નોકરી શોધનાર નહીં,સર્જક બનાવવા શાળા કોલેજોમાં આજથી 2 ઓક્ટો. સુધી સ્પાર્ક ટુ સ્ટાર્ટઅપ કાર્યક્રમો યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment