Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 21 ઓગસ્ટ વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ:યુવાનો નોકરી શોધનાર નહીં,સર્જક બનાવવા શાળા કોલેજોમાં આજથી 2 ઓક્ટો. સુધી સ્પાર્ક ટુ સ્ટાર્ટઅપ કાર્યક્રમો યોજાશે

    12 hours ago

    રાજ્યના યુવાનોને માત્ર નોકરી શોધનાર ન રાખતાં નોકરીદાતા, નવપ્રવર્તક (ઇનોવેટર) અને ઉદ્યોગસાહસિક બનાવવાના ઉદ્દેશથી 21 ઓગસ્ટ (વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ)થી 2 ઓક્ટોબર (ગાંધી જયંતિ) દરમિયાન સમગ્ર ઉતર ગુજરાત સહિત રાજ્યમાં વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ), મહાવિદ્યાલયો (કોલેજો) અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં "સ્વાવલંબી ભારત અભિયાન" અંતર્ગત વિશાળ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ચિનગારીથી સ્ટાર્ટઅપ — નાનો વિચાર, મોટું ભારતના મુખ્ય સંદેશ સાથે યોજાનારા આ અભિયાનમાં યુવાનોને અભ્યાસની સાથે કૌશલ્ય, કમાણી અને નવતર પ્રયોગો (ઇનોવેશન) તરફ વાળવાનો પ્રયાસ કરાશે. 21 ઓગસ્ટ ''વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ ઉજવણી સમિતિના ડૉ. જય ધ્રુવના જણાવ્યા અનુસાર, "દરેક મોટો ઉદ્યોગ ક્યારેક એક નાના વિચારથી જ શરૂ થાય છે. યુવાનોની વિચારસરણી બદલીને તેમને ‘શીખનારથી નેતા’ (લેર્નરથી લીડર) અને ‘નોકરી શોધનારથી નોકરી આપનાર’ (જોબ સીકરથી જોબ ક્રિએટર) બનાવવાનો આ સંકલ્પ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા રાજ્યની તમામ શિક્ષણ સંસ્થાઓમાં સક્રિય ભાગીદારી સાથે આ ઉજવણી કરાશે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી કરવા માંગ:પાલિકાની ટીમ ઢોર પકડવા જતા પશુપાલકો બાઈક લઈ પશુઓને દોડાવી મૂકતા પરેશાની
    Next Article
    અલ્ટીમેટમ:પાટણમાં બગવાડા દરવાજાથી બસ સ્ટેશન રોડ પરના 23 વેપારીઓને દબાણ દૂર કરવા નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment