Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ બાગાયત કચેરી દ્વારા કિચન ગાર્ડનની તાલીમ શિબિર યોજાઈ‎:પરિવારો કેમિકલમુક્ત શાકભાજી ઘર આંગણે જ ઉગાડતા થાય માટે મહિલાઓને તાલીમ

    10 hours ago

    વર્તમાન સમયમાં શાકભાજીના ઉત્પાદનમાં વપરાતા હાનિકારક કેમિકલ્સ અને જંતુનાશકોને કારણે કેન્સર અને પાચનતંત્રના ગંભીર રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ ગંભીર સમસ્યાથી મુક્તિ મેળવવા અને લોકોને પોતાના ઘરે જ શુદ્ધ ખોરાક ઉપલબ્ધ થાય તે હેતુથી પાટણ બાગાયત કચેરી દ્વારા અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત વિશેષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ બાગાયત નિયામક કિશનસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર, શિબિરમાં તજજ્ઞો દ્વારા ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન મેળવવાની આધુનિક પદ્ધતિઓ જેવી કે કિચન ગાર્ડન, હાઇડ્રોપોનિક્સ, માઇક્રોગ્રીન, કુંડા અને ગ્રો-બેગમાં શાકભાજી ઉગાડવા અંગે સચોટ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને ઉત્સાહવર્ધન માટે કિચન ગાર્ડન કિટ અને પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણ:જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં લોકપ્રશ્નોના સમયસર નિકાલ માટે કલેક્ટરે સૂચના આપી
    Next Article
    કાર્યવાહી કરવા માંગ:પાલિકાની ટીમ ઢોર પકડવા જતા પશુપાલકો બાઈક લઈ પશુઓને દોડાવી મૂકતા પરેશાની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment