Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ:જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં લોકપ્રશ્નોના સમયસર નિકાલ માટે કલેક્ટરે સૂચના આપી

    9 hours ago

    પાટણમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના પ્રજાલક્ષી અને લોકસુવિધાના પડતર પ્રશ્નોનું સત્વરે તથા સમયમર્યાદામાં નિરાકરણ લાવવાનો હતો. ​સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યોએ પોતપોતાના મતવિસ્તારના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને સ્પર્શતા રસ્તા,પીવાનું પાણી,વીજળી, ગટર અને અન્ય માળખાકીય સુવિધાઓના પ્રશ્નો રજૂ કર્યા હતા.​ કલેક્ટરે તમામ રજૂઆતોને ગંભીરતાથી નોંધીને સ્પષ્ટ કર્યું હતું કે પ્રજાલક્ષી કાર્યોમાં કોઈપણ પ્રકારની શિથિલતા કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.સામાન્ય નાગરિકોના હિત અને સુવિધા સાથે જોડાયેલા પ્રશ્નોનું પ્રાથમિકતાના ધોરણે નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને તેમણે તાકીદ કરી હતી. ​ આ સમીક્ષા બેઠકમાં.રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે,જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ તેમજ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી લોકપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સઘન ચર્ચા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સત્તાનો દુરુપયોગ:અતુલ પંચાયતની મહિલા સભ્ય ગેરલાયક, સાસુના નામે એજન્સી બનાવી રૂપિયા લીધાનો આરોપ
    Next Article
    પાટણ બાગાયત કચેરી દ્વારા કિચન ગાર્ડનની તાલીમ શિબિર યોજાઈ‎:પરિવારો કેમિકલમુક્ત શાકભાજી ઘર આંગણે જ ઉગાડતા થાય માટે મહિલાઓને તાલીમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment