Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સત્તાનો દુરુપયોગ:અતુલ પંચાયતની મહિલા સભ્ય ગેરલાયક, સાસુના નામે એજન્સી બનાવી રૂપિયા લીધાનો આરોપ

    8 hours ago

    વલસાડ તાલુકાની અતુલ ગ્રામ પંચાયતના એક મહિલા સભ્યએ પોતાના સાસુના નામની એજન્સી ઉભી કરી પંચાયતમાંથી નાણાંકિય ચૂકવણાં મેળવ્યા હોવાના આક્ષેપો સાથેની ફરિયાદમાં ટીડીઓની લાંબી તપાસના અંતે મહિલા સભ્ય દોષિત જણાતાં ગેરલાયક ઠરાવતો હુકમ કરવામાં આવ્યો છે. જેના કારણે પંચાયત વર્તુળમાં ભારે ચકચાર મચી હતી. અતુલ ગ્રામ પંચાયતમાં સત્તાના દુરુપયોગ અને સરકારી નાણાંનો આર્થિક લાભ ઉઠાવવાના આ કેસમાં અરજદાર દર્શીલ દેસાઇ દ્વારા ટીડીઓને એક મહિલા સભ્ય દ્વારા તેમના સાસુના નામે એજન્સી બતાવી મોટી રકમના બિલોનું ચૂકવણું મેળવી લીધું હોવાના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. ટીડીઓ કેતન સોલંકીએ આ કેસની તપાસમાં મહિલા સભ્યને ગેરલાયક ઠેરવ્યા છે. અરજદાર દર્શીલ દેસાઇ સહિત અન્ય ગ્રામજનોએ 31 મે 2025ના રોજ તલાટી અને ગ્રામ પંચાયત સમક્ષ લેખિત ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યો હતો કે, વોર્ડ નં.1ની મહિલા સભ્ય સેજલબેન પટેલે પોતાના સ્વજનોના નામે એજન્સી બનાવી પંચાયતમાંથી નાણાંની ચૂકવણી કરાવી આર્થિક લાભ મેળવ્યો હતો. સભ્ય સેજલબેનનો સાસુ અને વહુનો સંબંધ હોવાનું પ્રસ્થાપિત થઇ ગયો આ મામલે ટીડીઓ સ્તરે તપાસનો લાંબો દૌર ચાલ્યો હતો.જેમાં બંન્ને પક્ષે સુનાવણી કાર્યવાહીના હાથ ધરાઇ હતી. તપાસમાં ટીડીઓ કેતન સોલંકીએ સાસુના નામે એજન્સી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ઘનિષ્ટ તપાસમાં સભ્ય સેજલબેનનો તેમના સાસુ અને વહુનો સંબંધ હોવાનું પ્રસ્થાપિત થતાં મહિલા સભ્યને ગેરલાયક કરતો હુકમ કર્યો છે. હિત સંબંધના તારણો બહાર આવ્યા હતા ગ્રામપંચાયત દ્વારા પીઆર કંપની સેલ એન્ડ શેર નામની એજન્સીના નામે માર્ચ 2025 દરમિયાન લાખો રૂપિયાના બિલો અંગે ચૂકવણી કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી કેતન સોલંકીએ ઉપલબ્ધ દસ્તાવેજો તથા તપાસ અહેવાલને ધ્યાને લઇ સરકારી નાણાંનો દુરૂપયોગ અને પંચાયતના કામોમાં હિતસંબંધ હોવાના તારણોને આધારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 30 (4) અને કલમ 32 હેઠળ સભ્ય સેજલબેન પટેલને ગેરલાયક ઠેરવવાનો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    लॉरेंस बिश्नोई गैंग के सदस्य कमल को FBI ने बताया वांटेड; पंजाब से कैलिफोर्निया तक फैला रंगदारी गैंग का नेटवर्क
    Next Article
    પાટણ:જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં લોકપ્રશ્નોના સમયસર નિકાલ માટે કલેક્ટરે સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment