Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રઘુવંશી વેપારી પર અન્યાય સામે આક્રોશ:રાજકોટમાં મનપા તંત્રની પક્ષપાતી નીતિ સામે સમાજનો કોર્પોરેશન કચેરીએ વિરોધ, અધિકારીઓ સામે પગલાંની માંગ

    22 घंटे पहले

    રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા વીર ભગતસિંહ શોપિંગ સેન્ટર ખાતે રઘુવંશી વેપારી પર ગાત્રાળ હોટલના માલિક દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણ અને મનપાના અધિકારી સોરઠીયા સાહેબની પક્ષપાતી કામગીરી સામે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આજે રાત્રે રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ કે. ડી. રઘુવંશીની આગેવાનીમાં સમાજના વડીલો, યુવાનો અને વેપારીઓએ મનપા સેન્ટ્રલ કચેરી ખાતે એકત્ર થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા મેયર બંગલે પહોંચી મેયર ડૉ. નેહલ શુક્લને રૂબરૂ મળીને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવા અને ગેરકાયદેસર દબાણ તાત્કાલિક કાયમી ધોરણે દૂર કરી વેપારીને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા વીર ભગતસિંહ શોપિંગ સેન્ટરમાં રઘુવંશી સમાજના વેપારી પર થઈ રહેલા અન્યાય અને મનપા તંત્રની એકતરફી કાર્યવાહી સામે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. શોપિંગ સેન્ટરમાં આવેલી ગાત્રાળ હોટલના માલિક અને સ્ટાફ દ્વારા રઘુવંશી વેપારીને લાંબા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આ અંગે ગત 12 ઓગસ્ટના રોજ વિવાદ વકરતા 13 ઓગસ્ટના રોજ DCP ઝોન-1 માં લેખિત અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનના PI દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરીને સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું. પરંતુ, 20 ઓગસ્ટના રોજ ગાત્રાળ હોટલના માલિક દ્વારા ફરીથી પતરા, ચા નો થડો, પાણીનું કૂલર અને બાંકડા ગોઠવીને ગેરકાયદેસર રીતે રસ્તો રોકી દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર દબાણ અંગે રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખા અને મ્યુનિસિપલ કમિશનરને પણ તાત્કાલિક ધોરણે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, ચેકિંગ અર્થે આવેલી મનપાની ટીમ અને અધિકારી સોરઠીયા સાહેબની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અધિકારીઓએ સ્થળ ઉપર આવી રઘુવંશી વેપારીનું એક નાનકડું બોર્ડ દૂર કરાવ્યું હતું, પરંતુ સામે પક્ષે ગાત્રાળ હોટલવાળાનું ગેરકાયદે દબાણ હટાવવા કે સામગ્રી જપ્ત કરવાને બદલે માત્ર 'સામાન અંદર લઈ લો' તેવી શિખામણ આપીને જતાં રહ્યા હતા. અધિકારીઓના ગયા બાદ હોટલ માલિકે દબાણ જેમનું તેમ કરી દીધું હતું. આ પક્ષપાતી નીતિ અંગે તેમના ઉચ્ચ અધિકારી બારૈયા સાહેબ અને મેયરને પણ ટેલિફોનિક રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ કે પરિણામ મળ્યું નહોતું. મનપાના ભ્રષ્ટ અધિકારીઓની આવી એકતરફી કાર્યવાહી અને પક્ષપાત સામે રઘુવંશી સમાજના વડીલો, યુવાનો અને વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જેના પરિણામે આજે રાત્રે રઘુવંશી સમાજ એકત્ર થઈને મહાનગરપાલિકા સેન્ટ્રલ કચેરી ખાતે ઘસી ગયો હતો અને મોડી રાત્રે જ બુલંદ અવાજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ તકે રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ કે. ડી. રઘુવંશીએ મનપા તંત્ર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સમાજના એક નિર્દોષ વેપારી પર થતો અન્યાય અને તંત્રની પક્ષપાતી નીતિ સાંખી લેવામાં આવશે નહીં. અમારી સ્પષ્ટ માંગ છે કે, રઘુવંશી વેપારીને તાત્કાલિક ન્યાય અપાવવામાં આવે, ગાત્રાળ હોટલનું ગેરકાયદે દબાણ કાયમી ધોરણે દૂર કરવામાં આવે અને પક્ષપાતી વલણ અપનાવનારા મનપાનાં અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. અને જો ટૂંક સમયમાં યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ તેમણે આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં લુણાવાડામાં કેન્ડલ માર્ચ:ગુરુ બ્રહ્મસમાજે ન્યાયની માંગ સાથે કૃષ્ણ પ્રણામી મંદિરથી બાબાસાહેબ આંબેડકર ચોક સુધી માર્ચ યોજી
    Next Article
    સાવરકુંડલામાં 5 હજારની લાંચ લેતા ASI રંગેહાથ ઝડપાયા:ફરિયાદીને દારૂનો ધંધો શરૂ કરવા દબાણ અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાંચ માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment