Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલામાં 5 હજારની લાંચ લેતા ASI રંગેહાથ ઝડપાયા:ફરિયાદીને દારૂનો ધંધો શરૂ કરવા દબાણ અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાંચ માંગી

    21 hours ago

    અમરેલી જિલ્લામાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIને ₹5 હજારની લાંચ લેતા અમરેલી ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપી ASI દ્વારા અગાઉ દેશી દારૂનો ધંધો કરતા ફરિયાદીને ફરીથી દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. દારૂનો ધંધો શરૂ નહીં કરે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹10 હજારની લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદ ACBમાં કરવામાં આવી હતી. ASIએ દારૂનો ધંધો ફરી શરૂ કરવા દબાણ કર્યાનો આક્ષેપ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા શ્યામભાઈ અનંતરાય બગડા (ઉંમર 39 વર્ષ) સામે ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરી હતી. ફરિયાદી અગાઉ દેશી દારૂનો ધંધો કરતા હતા, પરંતુ હાલ આ ધંધો બંધ કરી દીધો હતો. આક્ષેપ મુજબ, ASI દ્વારા ફરિયાદીને ફરીથી દેશી દારૂનો ધંધો શરૂ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો આરોપ ફરિયાદમાં જણાવ્યા મુજબ, જો ફરિયાદી ફરીથી દારૂનો ધંધો શરૂ નહીં કરે તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. દારૂનો ધંધો ફરી શરૂ કરવાની અવેજીમાં ASI દ્વારા ₹10 હજારની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કર્યો લાંચની રકમ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અમરેલી ACB પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓળીયા ગામની સીમમાં લાંચ લેતા રંગેહાથ ઝડપાયા ACBના છટકા દરમિયાન સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામની સીમમાં ઝવેરભાઈ પટેલની વાડીના ઝાંપા પાસે અને નેસડી તરફ જતા કાચા માર્ગ પર ASI શ્યામભાઈ અનંતરાય બગડાએ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી. આ સમયે ACBની ટીમે કાર્યવાહી કરી ASIને ₹5 હજારની લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ₹10 હજારની માંગણી બાદ ₹5 હજારમાં રકઝક થઈ હતી આ કેસમાં શરૂઆતમાં ₹10 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. જોકે, રકઝક બાદ ₹5 હજાર આપવાનું નક્કી થયું હતું. ACBની ટીમે છટકા દરમિયાન ₹5 હજારની લાંચની રકમ રિકવર કરી હતી અને આરોપી ASIને ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી અમરેલી ACB પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ટી.એસ. રીઝવી તથા ACB સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે ACB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગરના લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસ કર્મચારી સામે ગંભીર આક્ષેપ એક તરફ ભાવનગર જિલ્લામાં બનાવટી દારૂના સેવનના કારણે અનેક લોકોના મોતનો બનાવ સામે આવ્યો છે, ત્યારે બીજી તરફ સાવરકુંડલા પંથકમાં પોલીસ કર્મચારી દ્વારા દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરી લાંચ માંગવામાં આવી હોવાના આક્ષેપે પોલીસ તંત્રમાં ચકચાર મચાવી છે. દારૂના ધંધા માટે હપ્તાની માંગણી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે. જોકે, આ અંગેના અન્ય આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે.
    Click here to Read More
    Previous Article
    રઘુવંશી વેપારી પર અન્યાય સામે આક્રોશ:રાજકોટમાં મનપા તંત્રની પક્ષપાતી નીતિ સામે સમાજનો કોર્પોરેશન કચેરીએ વિરોધ, અધિકારીઓ સામે પગલાંની માંગ
    Next Article
    Ground Report | ચોમાસું ગાયબ ખેડુતો બેહાલ | Prime Time | Rain News | Monsoon | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment