Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં લુણાવાડામાં કેન્ડલ માર્ચ:ગુરુ બ્રહ્મસમાજે ન્યાયની માંગ સાથે કૃષ્ણ પ્રણામી મંદિરથી બાબાસાહેબ આંબેડકર ચોક સુધી માર્ચ યોજી

    23 hours ago

    સુરતમાં ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસને લઈને મહિસાગર જિલ્લાના લુણાવાડામાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. ડૉ. હર્ષ પંડ્યાને ન્યાય અપાવવાની માંગ સાથે યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. કૃષ્ણ પ્રણામી મંદિરથી બાબાસાહેબ આંબેડકર ચોક સુધી માર્ચ લુણાવાડાના કૃષ્ણ પ્રણામી મંદિર ખાતેથી કેન્ડલ માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાથમાં મીણબત્તીઓ લઈને સમાજના લોકો માર્ચમાં જોડાયા હતા અને બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચ્યા હતા. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કેન્ડલ માર્ચ દરમિયાન ઉપસ્થિત લોકોએ “હર્ષ પંડ્યાને ન્યાય આપો અને આરોપીઓને સજા આપો”ના નારા લગાવ્યા હતા. સમાજના લોકો અને મહિલાઓએ કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ડૉ. હર્ષ પંડ્યાના પરિવારને ન્યાયની માંગ કેન્ડલ માર્ચ બાદ યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનો અને લોકોએ ડૉ. હર્ષ પંડ્યાના પરિવારને ન્યાય મળે તથા સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    21 ઓગસ્ટનું ટેરો રાશિફળ:કન્યા જાતકો વ્યસ્તતા અને હરીફાઈ વચ્ચે વિજય મેળવશે, વૃષભ જાતકો મૂંઝવણ અને નિર્ણયોમાં દ્વંદ અનુભવશે
    Next Article
    રઘુવંશી વેપારી પર અન્યાય સામે આક્રોશ:રાજકોટમાં મનપા તંત્રની પક્ષપાતી નીતિ સામે સમાજનો કોર્પોરેશન કચેરીએ વિરોધ, અધિકારીઓ સામે પગલાંની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment