Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધિ:સુરતમાં બનેલા કાપડ-કોટિંગના બલૂન સાથેની એરશિપ આભમાં 21 કિમીની ઊંચાઈએ ઊડી સરહદની ચોકી કરશે

    13 hours ago

    DRDOએ આગ્રામાં 21 કિમીની ઊંચાઈએ સફળતાપૂર્વક ઉડાવેલી એરશિપ ચર્ચાનો વિષય છે. આ સિદ્ધિ પાછળનું સૌથી મોટું પાસું એ છે કે, સરહદની ચોકી કરનારી આ એરશિપનું કવચ સુરતમાં બન્યું છે. -60°C ડિગ્રીના કાતિલ તાપમાન, ઓઝોન અને પ્રચંડ અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે ટકી શકે તેવું ફૅબ્રિક સુરતની MANTRAએ વિકસાવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે આ માટે સુરતને પસંદ કર્યું હતું. સાડી કે ડ્રેસમાં મીટરે 2-5 રૂપિયાનો નફો હોય છે, જ્યારે આવા ફેબ્રિકમાં 50% સુધીનું માર્જિન છે. સરકારે સંરક્ષણ ખરીદીમાં ન્યૂનતમ 50% સ્થાનિક મટિરિયલ ફરજિયાત બનાવ્યું હોવાથી સુરતના વીવર્સને સીધો લાભ થશે. લેબ ટેસ્ટિંગ-કોટિંગ સુરતમાં જ થતું હોવાથી ઉદ્યોગકારોએ બેંગલુરુ-દિલ્હી જવું નહીં પડે માઈનસ 60 ડિગ્રીમાં રબર કે પ્લાસ્ટિક બરડ થઈને તૂટી જાય છે, પરંતુ ખાસ TPU પોલિમર કોટિંગ આટલા માઈનસ તાપમાનમાં પણ ફ્લેક્સિબિલિટી જાળવી રાખે છે. મલ્ટિ-લેયર પ્રોટેક્ટિવ બેરિયર કોટિંગ UV રેડિયેશનને બ્લોક કરે છે અને અંદર રહેલા હિલિયમ કે હાઇડ્રોજન ગેસને લીક થવા દેતું નથી. સુરતને આ સિદ્ધિનો સીધો લાભ થશે. લેબ ટેસ્ટિંગ-કોટિંગ સુરતમાં જ થતું હોવાથી ઉદ્યોગકારોએ બેંગલુરુ-દિલ્હી જવું નહીં પડે. સ્થાનિક લેબમાં કોટિંગ પ્લાન્ટ અને લેમિનેશન મશીનરીનો ઉપયોગ આગ્રાના પરીક્ષણ પાછળ સુરતમાં લાંબી તૈયારી ચાલી હતી. આગ્રાના વૈજ્ઞાનિક તુલસી રામ મીણાએ 300 મીટર હાઈ ટેનાસિટી પોલિએસ્ટર બેઝ ફૅબ્રિક અને ખાસ થર્મો પ્લાસ્ટિક પોલિયુરેથેન (TPU)નું ટેસ્ટિંગ મંગાવ્યું હતું. આ ફૅબ્રિક તૈયાર કરવા મંત્રાની લેબમાં રહેલા ROTOLABO Multi 900 કોટિંગ પ્લાન્ટ અને CAVITEC CH-9555 Tobel લેમિનેશનનો ઉપયોગ કરાયો હતો. એરશીપ અઠવાડિયાઓ સુધી એક જ સ્થાને સ્થિર રહી હલચલ ટ્રેક કરશે સેટેલાઇટ સતત ફરતો હોવાથી ચોક્કસ સ્થળ પર લાંબો સમય નજર રાખી શકતો નથી. જ્યારે આ એરશિપ સરહદ પર 21 કિમી ઊંચે અઠવાડિયાઓ સુધી એક જ સ્થાને સ્થિર રહીને હલચલ ટ્રેક કરી શકે છે. સુરત અત્યાર સુધી રોજિંદા પોલિએસ્ટર ફૅબ્રિક માટે જાણીતું હતું, પરંતુ હવે સાબિત થયું છે કે સુરત હવે એડવાન્સ્ડ પોલિમર સાયન્સ અને સ્ટ્રેટોસ્ફિયર-ગ્રેડ ટેક્સટાઇલમાં પણ મોખરે છે. 21 કિમીની ઊંચાઈએ તાપમાન-દબાણના ભયાનક ફેરફારો વચ્ચે એરશિપનું કવચ અકબંધ રહેવું એ વાતની સાબિતી છે કે સુરતમાં વિકસાવેલી કોટિંગ ટેકનોલોજી વૈશ્વિક મિલિટરી ધોરણો પર ખરી ઉતરી છે. આ સફળતા સુરતના ટેક્સટાઇલ સેક્ટરને હાઇ ટેક ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ તરફ વાળશે. આ એરશિપથી સેંકડો કિમી દૂરની હલચલ પણ કેમેરામાં કેદ કરી શકાશે. > ડૉ. પંકજ ગાંધી, એક્સપર્ટ, MANTRA
    Click here to Read More
    Previous Article
    શુક્રવારની સ્થાયી સમિતિમાં આખરી નિર્ણય લેવાશે:મીઠીખાડી બ્રિજથી નીલગીરી સુધીનો રોડ 30 મીટર પહોળો કરવા 481 મિલકતો તોડાશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પ્રોફેસરે જ યુનિવર્સિટીના લોગોમાં AIથી ચેડાં કરી અર્થનો અનર્થ કર્યો!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment