Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુક્રવારની સ્થાયી સમિતિમાં આખરી નિર્ણય લેવાશે:મીઠીખાડી બ્રિજથી નીલગીરી સુધીનો રોડ 30 મીટર પહોળો કરવા 481 મિલકતો તોડાશે

    12 hours ago

    ટેક્સટાઇલ હબ ગણાતા આંજણા-ભાઠેનાને લિંબાયતના હૃદય સમાન નીલ ગીરી સર્કલ સાથે જોડતાં મુખ્ય ટ્રાફિક કોરિડોરને પહોળો કરવા પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે મોટી કવાયત હાથ ધરી છે. મીઠી ખાડી બ્રિજથી નીલગીરી સર્કલ સુધીના હયાત 24 મીટર પહોળા રોડને 30 મીટર (100 ફૂટ) પહોળો કરવા માટે લાઈનદોરી મૂકવાની બે અલગ-અલગ દરખાસ્તો સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત પર શુક્રવારની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે. આ પ્રોજેક્ટના અમલીકરણથી 481 નાની-મોટી મિલકતો પર કપાતનો હથોડો વાગશે. જો કે, આ સાથે જ વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હળવી થશે. સ્થાયી સમિતિ આ દરખાસ્તને મંજૂરી આપી મ્યુનિસિપલ કમિશનરને સત્તા સોંપશે. ત્યારબાદ કમિશનર આદેશ કરે તે જ દિવસથી સૂચિત લાઈનદોરીની અંદર આવતા કોઈપણ નવા બાંધકામ, રિનોવેશન કે પ્લાન પાસ કરાવવા પર કાયદેસરનો પ્રતિબંધ આવી જશે અને મિલકતદારોને નોટિસો આપવાનો માર્ગ મોકળો બનશે. 235 મકાનો 3 મીટર કપાતાં રોજી પ્રભાવિત થઈ શકે લાઈનદોરીમાં કાચા ઓટલા કે દુકાનોના શેડ કપાતા હોય છે, પરંતુ અહીં 245 પતરાનાં શેડ સામે 235 પાકાં મકાનો કપાતમાં આવે છે. સાંકડા પ્લોટ પર બનેલા આ મકાનોમાંથી આગળથી 3-3 મીટર ભાગ કપાતાં બાકીનું સ્ટ્રક્ચર રહેવા લાયક રહેશે કે નહીં તે મોટો સવાલ બનશે. આ ઉપરાંત મદન પુરા શાકમાર્કેટ અને આસપાસના 245 કાચા શેડ દૂર થવાથી સેંકડો સ્થાનિક નાના ધંધાર્થીઓની રોજીરોટી પણ પ્રભાવિત થશે. 5 લાખ લોકોને ટ્રાફિકજામથી મુક્તિ મળશે આંજણા-ભાઠેના ઔદ્યોગિક ક્ષેત્રમાંથી હજારો વાહનો અને શ્રમિકો રોજ લિંબાયત-ડિંડોલી તરફ અવરજવર કરે છે. હાલમાં 24 મીટરનો રસ્તો દબાણો અને ગીચતાને લીધે માંડ 12થી 15 મીટર જ વપરાય છે, જેથી પીક અવર્સમાં કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. રસ્તો સળંગ 100 ફૂટનો થવાથી આંજણા-ભાઠેના અને લિંબાયત-ડિંડોલીના આશરે 5 લાખ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી રાહત મળશે. ક્યાંથી ક્યાં સુધીનો રોડ પહોળો થશે? લિંબાયત TP 39, ઉધના-લિંબાયત TP 40 અને લિંબાયત-ડિંડોલીના એક સળંગ કોરિડોર સમાન મીઠીખાડી બ્રિજથી મદનપુરા માર્કેટ સુધીનો ભાગ તેમજ મદનપુરા વેજિટેબલ માર્કેટથી નીલગીરી સર્કલ સુધીના 24 મીટરના રસ્તા પર પિક અવર્સમાં ભારે ટ્રાફિકજામ રહે છે, જેથી આ રસ્તાની બંને બાજુએ લાઈનદોરી મૂકીને તેને સળંગ 30 મીટર પહોળો કરવાની યોજના બનાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    SA20 Auction: Faf, Pollard Bought By Super Kings But Costliest Buy Is Someone Else
    Next Article
    સિદ્ધિ:સુરતમાં બનેલા કાપડ-કોટિંગના બલૂન સાથેની એરશિપ આભમાં 21 કિમીની ઊંચાઈએ ઊડી સરહદની ચોકી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment