Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુમાન‎:AIથી વિજ્ઞાન-ગણિતને સરળ બનાવી ગોખણપટ્ટી મુક્ત કરતાં ઇડરના દિયોલીના શિક્ષકનું સન્માન

    21 hours ago

    AIના યુગમાં ગોખણપટ્ટી મુક્ત શિક્ષણની નવી રાહ ચીંધનાર ઇડરની દિયોલી શાળાના મદદનીશ શિક્ષક, કવિ અને લેખક સંદીપ પટેલ ‘કસક’ને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાયો છે. ગાંધીનગર સ્થિત PDEUમાં યોજાયેલા સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમનું બહુમાન કરાયું હતું. છેલ્લા 17 વર્ષથી સમર્પિત સેવા આપતા સંદીપ પટેલે AI ઇન્ફોગ્રાફિક્સ અને માઇન્ડ મેપ્સથી વિજ્ઞાન-ગણિત જેવા જટિલ વિષયોને સરળ બનાવી બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવ્યો છે. આ પ્રસંગે કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા તેમજ શિક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ, મહાનુભાવો અને શ્રેષ્ઠ શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. સંદીપ પટેલે વિજ્ઞાન અને ગણિત જેવા જટિલ વિષયોને બાળકો માટે રસપ્રદ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના માધ્યમથી વિજ્ઞાન-દ્રષ્ટિ AI ઇન્ફોગ્રાફિક્સ અને માઇન્ડ મેપ્સ આધારિત શિક્ષણ પદ્ધતિ વિકસાવી છે. ગોખણપટ્ટી મુક્ત શિક્ષણ અને વિઝ્યુઅલ લર્નિંગ દ્વારા તેમણે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:હિંમતનગરમાં કારમાંથી 3.12 લાખના દારૂ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો
    Next Article
    પોલીસની બેદરકારીના કારણે મોત થયાનો મૃતકના ભાઇનો આક્ષેપ‎:હિંમતનગરમાં જુગારધામ પર પોલીસની રેડ બાદ ભાગદોડમાં યુવકનું ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment