Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી કલેક્ટરની અધ્યક્ષતામાં મહેસૂલી અધિકારીઓની બેઠક:લેન્ડ ગ્રેબિંગ, જમીન તકેદારી સહિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા

    5 दिन पहले

    અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં મહેસૂલી અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં મહેસૂલી કામગીરીની પ્રગતિ અને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. બેઠક દરમિયાન લેન્ડ ગ્રેબિંગના કુલ ૬૧ કેસોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં નિયમોનુસાર ઝડપી અને અસરકારક કાર્યવાહી થાય તેમજ કાયદેસરની પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તે અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, જિલ્લા જમીન તકેદારી સમિતિની કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી. સમિતિના કુલ ૫ કેસોની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના જમીન સંબંધિત મુદ્દાઓ અંગે તાલુકાવાર કામગીરીની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. મહેસૂલી અધિકારીઓની આ બેઠકમાં BSNL ટાવર માટે જમીન ફાળવણી, હેલીપેડ માટે જમીન અંગેની કાર્યવાહી, ચૂંટણી ખર્ચ સંબંધિત મુદ્દાઓ, NH-168G તથા LARR-2013 મુજબના જમીન સંપાદનના કેસોની પણ સમીક્ષા થઈ. આ સાથે સી.એમ. ડેશબોર્ડ, જિલ્લામાં વિચરતી-વિમુક્ત જાતિઓના રહેઠાણ અંગેની જમીન ફાળવણીની બાકી અરજીઓ, સુગમ-ડિજિટલ ગુજરાત અને વાહન ખરીદી સંબંધિત બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ તમામ સંબંધિત અધિકારીઓને મહેસૂલી કામગીરીમાં સમયબદ્ધતા, પારદર્શિતા અને સંવેદનશીલતા જાળવી નાગરિકોની અરજીઓનો નિયમોનુસાર ઝડપી નિકાલ કરવા સૂચના આપી હતી. તેમણે સરકારી જમીન અને મિલકતોના રક્ષણ માટે જરૂરી તકેદારી રાખવા પર પણ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોનગઢના વેલ્ઝર ગામે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:એક શખ્સ ઝડપાયો, મુખ્ય સૂત્રધાર સહિત બે વોન્ટેડ
    Next Article
    મેઘપર માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:ઘરફોડ ચોરીના બે આરોપી ઝડપાયા,આરોપી પાસેથી રૂ. 96 હજારની કોપર પ્લેટો રિકવર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment