Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢના વેલ્ઝર ગામે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:એક શખ્સ ઝડપાયો, મુખ્ય સૂત્રધાર સહિત બે વોન્ટેડ

    5 days ago

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વેલ્ઝર ગામમાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે દુકાન અને વાહનોમાંથી રૂ. 9.08 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય બે ફરાર છે.તાપી એલ.સી.બી. ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે વેલ્ઝર ગામના ચંડી ફળિયામાં રાકેશભાઈ ગામીતની દુકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહિત છે, જે ગેરકાયદેસર રીતે વેચવામાં અથવા હેરાફેરી કરવામાં આવનાર છે. આ બાતમીના આધારે એલ.સી.બી. ટીમે પંચો સાથે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી વેલ્ઝર નિવાસી અજયભાઈ અરવિંદભાઈ ગામીતને ઝડપી પાડ્યો હતો. જોકે, દુકાનની પાછળના ભાગેથી બે વ્યક્તિઓ મોપેડ છોડીને નાસી છૂટ્યા હતા. તેમાંથી એકની ઓળખ મંજીલ ભીમજીભાઈ ગામીત તરીકે થઈ છે, જ્યારે અન્ય બે અજાણ્યા મોપેડ ચાલકો પણ ફરાર થયા હતા. પોલીસે દુકાન, એક બ્રેઝા કાર અને ત્રણ મોપેડની તલાશી લીધી હતી. તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 2,290 બોટલ અને ટીન (કુલ 425.12 લીટર) મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 2,73,932 છે. આ ઉપરાંત, 6 મોબાઈલ ફોન, 4 વાહનો અને રોકડ રકમ સહિત કુલ રૂ. 9,08,872નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી રાકેશભાઈ ગામીતના વિવિધ કાર્ડ્સ અને બેંકના ATM પણ પોલીસને મળ્યા હતા.પોલીસે આરોપી અજયભાઈ ગામીતની અટકાયત કરી છે. નાસી છૂટેલા મુખ્ય આરોપી રાકેશભાઈ જયંતિલાલભાઈ ગામીત, મંજીલ ભીમજીભાઈ ગામીત અને બે અજાણ્યા મોપેડ ચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ફૂડ વિભાગનું 10 દુકાનોમાં ચેકિંગ:અનલોગ ચીઝ-પનીર જપ્ત કરાયા, 15 કિલો વાસી ખાદ્યસામગ્રીનો નાશ
    Next Article
    અરવલ્લી કલેક્ટરની અધ્યક્ષતામાં મહેસૂલી અધિકારીઓની બેઠક:લેન્ડ ગ્રેબિંગ, જમીન તકેદારી સહિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment