Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં રેડક્રોસના નવા ભવનનું ભૂમિપૂજન કરાયું:ધારાસભ્ય, કલેક્ટર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

    4 days ago

    સાબરકાંઠા જિલ્લા રેડક્રોસ સોસાયટીની હિંમતનગર શાખાના નવીન ભવનનું ભૂમિપૂજન ગુરુવારે યોજાયું હતું. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર, પૂર્વ ધારાસભ્યો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભૂમિપૂજન કાર્યક્રમ હિંમતનગરના મહાવીરનગરમાં, લક્ષ્મીપુરા કંપા એરોડ્રામ નજીક શ્રી સારસ્વત વિદ્યાલય સામે યોજાયો હતો. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ભૂમિપૂજન વિધિમાં ભાગ લઈને શુભકામનાઓ પાઠવી હતી. ધારાસભ્યએ રેડક્રોસ સોસાયટીની સેવાભાવી કામગીરીને બિરદાવી હતી. તેમણે નવીન ભવનના નિર્માણ માટે શુભેચ્છાઓ પાઠવી અને 'માનવ સેવા એ જ સાચી સેવા'ના સંકલ્પ સાથે રેડક્રોસની સેવાપ્રવૃત્તિઓને સતત આગળ વધારવા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ નવીન ભવન રેડક્રોસ સોસાયટી દ્વારા જરૂરિયાતમંદો, દર્દીઓ અને સમાજના વિવિધ વર્ગોની સેવા માટે કરવામાં આવતી માનવતાલક્ષી કામગીરીને વધુ સુદૃઢ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રસંગે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલા, જિલ્લા કલેક્ટર, હિંમતનગર રેડક્રોસના પ્રમુખ લલિત નારાયણ સિંધસાદું, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલભાઈ પટેલ, ડૉ. ભુપેન્દ્રભાઈ પટેલ, ડૉ. વી.એ. ગોપલાણી, મોહનકાકા લાટી પરિવાર, દક્ષેશભાઈ શાહ, સી.સી. શેઠ, કપૂરભાઈ શાહ, અજયભાઈ શાહ સહિત સામાજિક અને રાજકીય આગેવાનો, નગરના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં રોડ કામમાં ગેરરીતિના આક્ષેપ:સ્થાનિકોની રજૂઆત બાદ ચીફ ઓફિસરે સ્થળ તપાસ કરી
    Next Article
    બોટાદ શહેર કોંગ્રેસમાં રાજકીય હડકંપ:ચાર સક્રિય અગ્રણી હોદ્દેદારોએ આપ્યા રાજીનામા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment