Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં રોડ કામમાં ગેરરીતિના આક્ષેપ:સ્થાનિકોની રજૂઆત બાદ ચીફ ઓફિસરે સ્થળ તપાસ કરી

    4 days ago

    ગોધરાના ગોન્દ્રા જમસા સોસાયટીમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડના કામમાં ગેરરીતિના આક્ષેપો થયા છે. સ્થાનિક રહીશોની રજૂઆત બાદ નગરપાલિકા ચીફ ઓફિસરે સ્થળની મુલાકાત લીધી હતી. સ્થાનિક રહીશ યુસુફ અહમદ આલમે નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રોડના બાંધકામમાં નિયમોનું પાલન થયું નથી અને કામની ગુણવત્તા પણ નબળી છે. આ ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને, નગરપાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક અસરથી ગોન્દ્રા જમસા સોસાયટીની મુલાકાત લીધી હતી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, આ રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટરે ગેરરીતિના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. કોન્ટ્રાક્ટરના મતે, રોડનું કામ મંજૂર ડિઝાઇન અને નિર્ધારિત માપદંડો અનુસાર જ કરવામાં આવ્યું છે. હવે નગરપાલિકા દ્વારા સ્થાનિકોના આક્ષેપો અને કોન્ટ્રાક્ટરના ખુલાસા વચ્ચે રોડના કામની ગુણવત્તા અને નિયમોના પાલન અંગે સઘન તપાસ કરવામાં આવે છે કે કેમ, તેના પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    દારૂબંધીવાળા ગુજરાતમાં પોલીસે કહ્યું- બારકોડ'8901522000665' નંબરની બોટલનો દારુ પીશો નહીં:મૃત્યુઆંક 11 પર પહોંચ્યો, 13 આરોપીઓને હાથે દોરડા બાંધી કોર્ટમાં રજૂ કરાયા
    Next Article
    હિંમતનગરમાં રેડક્રોસના નવા ભવનનું ભૂમિપૂજન કરાયું:ધારાસભ્ય, કલેક્ટર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment