Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ શહેર કોંગ્રેસમાં રાજકીય હડકંપ:ચાર સક્રિય અગ્રણી હોદ્દેદારોએ આપ્યા રાજીનામા

    5 days ago

    બોટાદ શહેર કોંગ્રેસમાં રાજકીય હડકંપ: ચાર સક્રિય અગ્રણી હોદ્દેદારોએ આપ્યા રાજીનામા બોટાદ શહેર કોંગ્રેસ સંગઠનમાં એકાએક રાજકીય ગરમાવો આવી ગયો છે. શહેર કોંગ્રેસના ચાર અગ્રણી અને સક્રિય હોદ્દેદારોએ એકસાથે પોતાના હોદ્દાઓ અને જવાબદારીઓમાંથી રાજીનામા આપી દેતાં પક્ષના આંતરિક રાજકારણમાં મોટો ઉકાળટ અને હડકંપ જોવા મળી રહ્યો છે. યુવા પ્રમુખ, સેવા દળ અને સોશિયલ મીડિયાના પ્રમુખ સહિત ચાર આગેવાનોએ છોડ્યા હોદ્દા મળતી માહિતી અનુસાર, એકસાથે રાજીનામું આપનારા નેતાઓમાં બોટાદ શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ જયદીપભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય સેવા દળ બોટાદ શહેર પ્રમુખ ફેજલભાઈ ખલ્યાણી, સોશિયલ મીડિયા બોટાદ શહેર પ્રમુખ રાજુભાઈ રાઠોડ તેમજ ધનજીભાઈ રબારીનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓએ પોતાના પદ પરથી રાજીનામા સુપ્રત કરી દીધા છે. પક્ષના સામાન્ય કાર્યકર્તા તરીકે નિષ્ઠાપૂર્વક કામગીરી ચાલુ રાખવાની કરી સ્પષ્ટતા હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ ચારેય નેતાઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ માત્ર પોતાના સંગઠનાત્મક હોદ્દાઓ અને જવાબદારીઓમાંથી મુક્ત થયા છે. તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા રહેશે અને એક સામાન્ય સક્રિય કાર્યકર્તા તરીકે પોતાની સેવાઓ નિષ્ઠાપૂર્વક ચાલુ રાખશે. પક્ષને મજબૂત કરવા અને જનસમાજની સમસ્યાઓમાં સહયોગ આપવાની દર્શાવી કટિબદ્ધતા આ નેતાઓએ વધુમાં ઉમેર્યું હતું કે તેઓ પક્ષને મજબૂત કરવા અને આગળ લઈ જવા માટે સખત મહેનત ચાલુ રાખશે. આ ઉપરાંત સ્થાનિક લોકોની જે પણ સમસ્યાઓ હશે તેમાં મદદ કરવા માટે તેઓ હંમેશાં સહયોગ આપશે. જોકે, એકસાથે પડેલા આ રાજીનામાના કારણે સ્થાનિક સ્તરે ચર્ચાઓ જોર પકડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં રેડક્રોસના નવા ભવનનું ભૂમિપૂજન કરાયું:ધારાસભ્ય, કલેક્ટર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
    Next Article
    બાલાસિનોરમાં ગેરકાયદેસર દબાણો સામે સતત બીજા દિવસે તંત્રની કાર્યવાહી:અમદાવાદ ઢાળથી ફગવા જકાતનાકા સુધી કાચા અને પાકા દબાણો પર બુલડોઝર ફેરવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment