Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર સ્થાપના દિવસે યોજાયો પ્રશ્નોતરી કાર્યક્રમ:મહાનગરપાલિકાએ 'ઓપન જામનગર ક્વિઝ'નું આયોજન કર્યું

    एक दिन पहले

    જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના 487મા સ્થાપના દિવસ નિમિત્તે એમ. પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહૉલ ખાતે 'ઓપન જામનગર પ્રશ્નોતરી કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ક્વિઝ માસ્ટર આનંદ દવે (પૂર્વ લિમ્કા બુક રેકોર્ડ હોલ્ડર) અને ચેરમેન ધીરેનકુમાર મોનાણીએ કર્યું હતું.આ પ્રશ્નોતરી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને જામનગરના ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસા સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સાચા જવાબો આપનાર સ્પર્ધકોને સ્થળ પર જ પુસ્તકો અને છત્રી જેવા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષો બાદ આ પ્રકારની જાહેર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ચેરમેન ધીરેનકુમાર મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવીણાબેન રૂપડીયા, નગરપાલિકા સાંસ્કૃતિક સમિતિના ચેરમેન હર્ષાબા પી. જાડેજા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં વિશ્વાસઘાત કેસના બે વોન્ટેડ ઝડપાયા:એક વર્ષથી ફરાર આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોડે પકડ્યા
    Next Article
    રાજકોટવાસીઓ માટે વ્યાજ માફી યોજના 2026:1.50 લાખથી વધુ બાકીદારો પાસેથી મુદ્દલ કરતાં વધુ વ્યાજ નહીં વસૂલાય, નવી હોકર્સ પોલિસીને બોર્ડમાં લીલી ઝંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment