Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં વિશ્વાસઘાત કેસના બે વોન્ટેડ ઝડપાયા:એક વર્ષથી ફરાર આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોડે પકડ્યા

    1 day ago

    પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડને મોટી સફળતા મળી છે. ગોધરા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર બે વોન્ટેડ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના નાના માછીવાડાનો રહેવાસી મિતેશકુમાર ભારતભાઈ ખોટ અને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા વડદલાનો રહેવાસી ભરતભાઈ મુળાભાઈ રોહિત છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા હતા. પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ-ગોધરા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલાની સૂચના અને પેરોલ ફર્લો સ્કવોડના PSI જે.ડી. તરાલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, ASI રૂપસિંહ કલાભાઈને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે, આરોપી મિતેશકુમાર ભારતભાઈ ખોટને મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના નાના માછીવાડા ખાતેથી અને આરોપી ભરતભાઈ મુળાભાઈ રોહિતને અમદાવાદના હંસપુરા-નવા નરોડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દશામા મૂર્તિ વિસર્જનને લઈને વડોદરા પોલીસનું જાહેરનામું:22 ઓગસ્ટની રાત્રે શહેરમાં નો-એન્ટ્રી અને ડાયવર્ઝન, નીકળતાં પહેલાં જાણી લો રૂટ
    Next Article
    જામનગર સ્થાપના દિવસે યોજાયો પ્રશ્નોતરી કાર્યક્રમ:મહાનગરપાલિકાએ 'ઓપન જામનગર ક્વિઝ'નું આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment