Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાકી મિલકત વેરાધારકો માટે રાહતના સમાચાર:મુદ્દલ કરતાં વધુ વ્યાજ વસૂલવામાં નહીં આવે, રાજકોટ જનરલ બોર્ડમાં લેવાયો મોટો નિર્ણય

    4 days ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી વેરો ભરવાનો બાકી હોય તેવા મિલકતધારકો માટે ખૂબ જ રાહતરૂપ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મેયર નેહલ શુક્લની અધ્યક્ષતામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં કરદાતાઓના હિતમાં મોટો નિર્ણય લેતાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવેથી કોઈપણ મિલકતધારક પાસેથી મૂળ મુદ્દલ રકમ કરતાં વધુ વ્યાજ વસૂલવામાં આવશે નહીં. અગાઉ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મિલકત વેરામાં ₹5,000 અને પાણી વેરાના વ્યાજમાં ₹5,000ની રાહત આપવામાં આવી હતી, જેમાં હવે જનરલ બોર્ડ દ્વારા વધુ એક મોટો સુધારો કરી કરદાતાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરાયો છે. મુદ્દલ કરતાં વ્યાજ વધતાં અટકેલી રિકવરીને વેગ મળશે મહાનગરપાલિકાના ધ્યાને આવ્યું હતું કે વર્ષોથી બાકી ચાલતા વેરાના કારણે અનેક કિસ્સાઓમાં મૂળ મુદ્દલ કરતાં વ્યાજની રકમ ખૂબ જ વધી ગઈ હતી. વ્યાજનો બોજ અસહ્ય થઈ જતાં ઘણા મિલકતધારકો વેરો ભરવાનું ટાળી રહ્યા હતા અને મનપાની મોટી રકમ અટવાયેલી પડી રહી હતી. હવે નવા નિયમ મુજબ, જો કોઈ કરદાતાનો ₹1 લાખનો વેરો બાકી હોય અને તેના પર ₹1.50 લાખનું વ્યાજ ચડી ગયું હોય, તો તેની પાસેથી મુદ્દલ જેટલું એટલે કે વધુમાં વધુ ₹1 લાખ જ વ્યાજ વસૂલાશે અને બાકીના ₹50 હજારના વ્યાજમાંથી સંપૂર્ણ માફી મળશે. આ નિર્ણયથી નાના-મોટા તમામ મિલકતધારકોને મોટો આર્થિક ફાયદો થશે અને બાકી વેરાની વસૂલાતમાં ઝડપ આવશે. શહેરમાં હોકર્સ ઝોન માટે નવી પ્રાથમિક પોલિસીને લીલી ઝંડી આ જનરલ બોર્ડની બેઠકમાં શહેરના ફેરિયાઓ અને લારી-ગલ્લા ધારકો માટે પણ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે અને નાના વેપારીઓની રોજીરોટી જળવાઈ રહે તે હેતુથી હોકર્સ ઝોન માટેની નવી પ્રાથમિક પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રાથમિક પોલિસી અંગે જરૂરી અભ્યાસ કર્યા બાદ તેમાં જરૂરી સુધારા-વધારા સાથે આગામી જનરલ બોર્ડની બેઠકમાં આખરી મંજૂરી અર્થે મૂકવામાં આવશે, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં હોકર્સ ઝોનનું વ્યવસ્થિત અને કાયદેસર અમલીકરણ થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    દશામા મૂર્તિ વિસર્જનને લઈને વડોદરા પોલીસનું જાહેરનામું:22 ઓગસ્ટની રાત્રે શોભાયાત્રા દરમિયાન વિવિધ માર્ગો પર નો-એન્ટ્રી, ડાયવર્ઝન અને ભારદારી વાહનોના પ્રવેશ પર નિયંત્રણ, જાણો કયા છે વૈકલ્પિક રસ્તાઓ
    Next Article
    ડો. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસ: ન્યાય માટે મોડાસામાં કેન્ડલ માર્ચ:દોષિતો સામે કાર્યવાહીની માંગ; પરિવારજનો દ્વારા વિધાનસભા ઘેરાવની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment