Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસ: ન્યાય માટે મોડાસામાં કેન્ડલ માર્ચ:દોષિતો સામે કાર્યવાહીની માંગ; પરિવારજનો દ્વારા વિધાનસભા ઘેરાવની ચેતવણી

    4 days ago

    સુરતની સરકારી સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં રેગિંગ અને માનસિક ત્રાસના કારણે જીવન ટૂંકાવનાર રેસિડેન્ટ તબીબ ડો. હર્ષ પંડ્યાને ન્યાય અપાવવા માટે તેમના ગૃહનગર મોડાસા ખાતે એક વિશાળ મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની ડો. હર્ષ પંડ્યાએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ બનાવમાં સંકળાયેલા તમામ દોષિતો સામે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા હતા. મોડાસાના મુખ્ય માર્ગો પર કેન્ડલ માર્ચ ન્યાયની માગણી સાથે યોજાયેલી આ મૌન કેન્ડલ માર્ચ મૃતક તબીબના મોડાસા સ્થિત નિવાસસ્થાનેથી શરૂ થઈને શહેરના મુખ્ય ચાર રસ્તા સુધી પહોંચી હતી. આ માર્ચ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું અને સ્થાનિકોમાં ગંભીર આક્રોશ જોવા મળ્યો હતો. યુવાનો અને તબીબો પ્લેકાર્ડ્સ સાથે જોડાયા આ વિરોધ પ્રદર્શનમાં મૃતકના સ્વજનો, સ્થાનિક રહીશો, તબીબો તેમજ મોટી સંખ્યામાં યુવાનો હાથમાં સળગતી મીણબત્તીઓ અને ન્યાય માંગતા પ્લેકાર્ડ્સ લઈને જોડાયા હતા. માર્ચમાં સામેલ તમામ લોકોએ એકસૂરે આ આપઘાત કેસની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી હતી. તમામ જવાબદારો સામે ધરપકડની ઉગ્ર માંગ રેલીમાં જોડાયેલા લોકોએ માંગ કરી હતી કે રેગિંગ અને માનસિક ત્રાસ આપનાર તમામ જવાબદારો સામે ત્વરિત ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવે. આ સાથે જ ભવિષ્યમાં કોઈ અન્ય હોનહાર મેડિકલ વિદ્યાર્થી આવા અમાનવીય ત્રાસનો ભોગ ન બને તે માટે કડક દાખલો બેસાડતી કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ હતી. પરિવારજનો દ્વારા વિધાનસભા ઘેરાવની આકરી ચેતવણી મૃતકના પિતા ડો. સુભાષ પંડ્યાએ ભારે હૈયે જણાવ્યું હતું કે, “મારા પુત્રએ ઓવર રેગિંગના કારણે આત્મહત્યા કરી છે. આ ઘટનાના તમામ આરોપીઓની ધરપકડ થાય અને તેમને સજા મળે તો જ અમને સાચો ન્યાય મળશે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય અને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં જરૂર પડ્યે વિધાનસભાનો પણ ઘેરાવ કરીશું.”
    Click here to Read More
    Previous Article
    બાકી મિલકત વેરાધારકો માટે રાહતના સમાચાર:મુદ્દલ કરતાં વધુ વ્યાજ વસૂલવામાં નહીં આવે, રાજકોટ જનરલ બોર્ડમાં લેવાયો મોટો નિર્ણય
    Next Article
    મહેસાણાના વિજાપુરમાં 500ની બનાવટી નોટોનું રેકેટ ઝડપાયું:લેપટોપ-કલર પ્રિન્ટરથી 1.25 લાખથી વધુની ફેક કરન્સી છાપી, વિસનગરના 3 અને વિજાપુરના એક યુવકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment