Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો. હર્ષ પંડ્યા મોત કેસમાં માઇક્રોબાયોલોજી વિભાગના વડા સસ્પેન્ડ:આપઘાતના બે દિવસ પહેલાં રેગિંગની રજૂઆત કરવા છતાં સુમૈયા મુલ્લાએ કાર્યવાહી ન કરી, કોલેજના ડીનને પણ નોટિસ

    13 hours ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં પીજી રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રાજ્ય આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સિનિયરો દ્વારા અપાતા માનસિક ત્રાસ અને રેગિંગ લઈને આજે (20 ઓગસ્ટ) માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લાને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. ફરિયાદ છતાં ફેકલ્ટીએ ધ્યાન ન આપતાં હર્ષે અંતિમ પગલું ભર્યું પીજી સેકન્ડ યરના સિનિયર ડોક્ટરોના સતત રેગિંગ અને ત્રાસથી કંટાળીને ડોક્ટર હર્ષે ગત 9 ઓગસ્ટે જીવન ટૂંકાવ્યું હતું. આપઘાતના બે દિવસ પહેલાં એટલે કે 7 ઓગસ્ટે હર્ષ સહિતના રેસિડેન્ટ ડોક્ટરો HOD ડો. સુમૈયા મુલ્લાને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તેઓ મળ્યા નહોતા. જેથી રેસિડેન્ટ્સ ફેકલ્ટી ડો. સંગીતા રાજદેવ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, આટલા સંવેદનશીલ મુદ્દે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં હતાશ થઈને હર્ષે આપઘાત કરી લીધો હતો. 4 સિનિયર ડોક્ટરો સામે એટ્રોસિટી અને દુષ્પ્રેરણા સહિત બે ગુના રેગિંગ મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચાર સિનિયર ડોક્ટરો- ડો. દીક્ષિતા ઘેવરીયા, ડો. અનુજ મહેશ્વરી, ડો. નિરાલી વસાવે અને ડો. હિના ભૂત સામે કાર્યવાહી ચાલી રહી છે. આરોપીઓ વિરુદ્ધ રેગિંગ ઉપરાંત આપઘાત માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરાયો છે. મેડિકલ કોલેજ તંત્ર દ્વારા ચારેય સિનિયર ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. કોલેજ પ્રશાસને HOD ઉપરાંત ત્રણ ફેકલ્ટી સભ્યોને પણ અગાઉ શો-કોઝ નોટિસ પાઠવી હતી. આરોપીઓ ફરાર, ડીન સામે પણ કાર્યવાહીની પરિવારની માગ ઘટના બાદ ચારેય આરોપી ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી જતાં ખટોદરા પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, મૃતક ડોક્ટરના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે માત્ર સિનિયર ડોક્ટરો જ નહીં, પરંતુ સમગ્ર પ્રકરણમાં લાપરવાહી દાખવનારા HOD અને ડીન સામે પણ કડકમાં કડક પગલાં ભરાવા જોઈએ. આ પણ વાંચો... મેડિકલ કોલેજમાં અચાનક પ્રગટ થયા ડીન, કહ્યું-'જીવતેજીવ ડો.હર્ષ પંડ્યાની કોઈ ફરિયાદ મળી ન હતી ‘મારા પુત્ર ડો.હર્ષે આપઘાત નથી કર્યો, હત્યા થયાની શંકા, દીકરાના શરીર પર આપઘાતના કોઈ લક્ષણ નથી’
    Click here to Read More
    Previous Article
    સંજાણમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરો ફસાયા:લોકોના ડરથી ચોરોએ જ પોલીસને 112 પર ફોન કર્યો; પોલીસે બંને તસ્કરોને રંગેહાથ ઝડપ્યા, 18 હજાર રોકડ, દાગીના-ચોરીના હથિયારો જપ્ત
    Next Article
    રિક્ષામાંથી 271 કિલો સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો:આરેણા ગામ પાસે પુરવઠા વિભાગનો દરોડો: 46 કિલો ઘઉં અને 225 કિલો ચોખા સહિત રિક્ષા અને મુદ્દામાલ સીઝ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment