Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંજાણમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરો ફસાયા:લોકોના ડરથી ચોરોએ જ પોલીસને 112 પર ફોન કર્યો; પોલીસે બંને તસ્કરોને રંગેહાથ ઝડપ્યા, 18 હજાર રોકડ, દાગીના-ચોરીના હથિયારો જપ્ત

    17 hours ago

    વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં એક અજીબોગરીબ અને રમુજી કહી શકાય તેવી ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે એક જ્વેલર્સની દુકાનનું શટર તોડીને ચોરી કરવા ઘૂસેલા બે તસ્કર દુકાનની અંદર જ ફસાઈ ગયા હતા. બહાર લોકોનું ટોળું ભેગું થઈ જતાં પકડાઈ જવાના અને લોકોના ગુસ્સાના ભયથી ગભરાઈ ગયેલા તસ્કરોએ સ્વબચાવ માટે ખુદ emergency નંબર 112 પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી. મળતી વિગતો મુજબ, સંજાણ ખાતે આવેલી 'બી. જે. જ્વેલર્સ' નામની સોના-ચાંદીની દુકાનને નિશાન બનાવીને બે તસ્કર શટર તોડીને અંદર ઘૂસ્યા હતા. જોકે, શટર તોડતી વખતે થયેલા અવાજના કારણે આસપાસના સ્થાનિક રહીશો જાગી ગયા હતા અને ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. દુકાનની અંદર ચોરી કરી રહેલા તસ્કરોને બહાર લોકોની અવરજવર અને ભીડનો અહેસાસ થતાં જ તેઓ ગભરાઈ ગયા હતા. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જણાતાં અને પકડાઈ જઈને લોકોનો માર ખાવાના ડરથી બંને તસ્કરોએ હોશિયારી વાપરી Emergency helpline નંબર 112 પર ફોન કરીને ઉમરગામ પોલીસ પાસે સુરક્ષા અને મદદ માંગી હતી. બીજી તરફ સ્થાનિકોએ પણ પોલીસને જાણ કરી હતી. પોલીસે બંને તસ્કરોને રંગેહાથ ઝડપ્યા કૉલ મળતાં જ ઉમરગામ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે દુકાનમાં પુરાયેલા બંને તસ્કરને કસ્ટડીમાં લીધા હતા. વાપી DySP બી. એન. દવેના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓની ઓળખ દિનેશ સોનકર (રહે. બોઈસર, મૂળ યુપી) અને વિપિન પાઠક (રહે. નાલાસોપારા, મૂળ યુપી) તરીકે થઈ છે. 18 હજાર રોકડ, દાગીના-ચોરીના હથિયારો જપ્ત પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના, રૂ. 18,000ની રોકડ રકમ તેમજ શટર અને તિજોરી તોડવા માટે ઉપયોગમાં લેવાયેલા કટર મશીન, પકડ, પાના-પકડ અને સ્ક્રૂડ્રાઇવર જેવા હથિયારો જપ્ત કર્યા છે. આગળની તપાસમાં સામે આવ્યું છે કે, મહારાષ્ટ્ર સરહદ નજીક હોવાથી આરોપીઓ અવારનવાર સરહદ પાર કરીને ચોરી કરવા આવતા હતા. હાલ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને તેમના ગુનાહિત ઇતિહાસ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી:પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરળતાથી ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની માગ
    Next Article
    ડો. હર્ષ પંડ્યા મોત કેસમાં માઇક્રોબાયોલોજી વિભાગના વડા સસ્પેન્ડ:આપઘાતના બે દિવસ પહેલાં રેગિંગની રજૂઆત કરવા છતાં સુમૈયા મુલ્લાએ કાર્યવાહી ન કરી, કોલેજના ડીનને પણ નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment