Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી:પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરળતાથી ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની માગ

    11 hours ago

    ગોધરા શહેરના APMC માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના ડેપોમાં ખાતરનો જથ્થો ખૂટી પડ્યો છે. જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતર મેળવવા માટે જિલ્લા સહકારી સંઘ ખાતે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેમને છેલ્લા બે થી ચાર દિવસથી ખાતર લેવા માટે સતત ધક્કા ખાવા પડી રહ્યા છે. પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાતરની અછત જેવી સ્થિતિને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, સહકારી સંઘના ડેપો ખાતે ખાતરનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેમને સરળતાથી ખાતર મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે. બીજી તરફ, જિલ્લાના સ્થાનિક ખાતર વેપારીઓ પાસે પણ પૂરતો જથ્થો પહોંચી રહ્યો ન હોવાની માહિતી સામે આવી છે. આ સ્થિતિને કારણે ગોધરા સહિત સમગ્ર પંથકમાં ખાતરની તીવ્ર અછત સર્જાઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    5 વર્ષની બાળકી પર કાર ફરી વળતા મોત:કલોલના સ્વામીનારાયણ મંદિર પાસેની ઘટના, હિંડોળા પ્રસંગની ખુશીમાં માતમ છવાયો
    Next Article
    સંજાણમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરો ફસાયા:લોકોના ડરથી ચોરોએ જ પોલીસને 112 પર ફોન કર્યો; પોલીસે બંને તસ્કરોને રંગેહાથ ઝડપ્યા, 18 હજાર રોકડ, દાગીના-ચોરીના હથિયારો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment