Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષામાંથી 271 કિલો સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો:આરેણા ગામ પાસે પુરવઠા વિભાગનો દરોડો: 46 કિલો ઘઉં અને 225 કિલો ચોખા સહિત રિક્ષા અને મુદ્દામાલ સીઝ કરાયો

    8 hours ago

    ​જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં પુરવઠા વિભાગ દ્વારા એક મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેશનિંગના અનાજની હેરાફેરી અને કાળાબજારી થતી હોવાની આશંકા વચ્ચે વધુ એક વાર સસ્તા અનાજનો જથ્થો ઝડપાઈ જતાં ચકચાર મચી ગઈ છે. માંગરોળ તાલુકાના આરેણા ગામ પાસે પુરવઠા વિભાગની ટીમે ચોક્કસ માહિતીના આધારે સફળ દરોડો પાડીને મોટા પ્રમાણમાં ઘઉં અને ચોખાનો જથ્થો જપ્ત કર્યો છે. ​ પુરવઠા વિભાગના નાયબ મામલતદાર જે.ડી. ભાદરકાએ જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગને વિસ્તારમાં રેશનિંગના અનાજની અનધિકૃત અવરજવર થતી હોવાની ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે નાયબ મામલતદાર અને તેમની ખાસ ટીમે આરેણા ગામ નજીક વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ રિક્ષાને અટકાવીને તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ​તપાસ દરમિયાન રિક્ષામાંથી સસ્તા અનાજની દુકાનેથી ગરીબોને વિતરણ કરવામાં આવતું હોય તે પ્રકારનો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે એક શખ્સ બજાજ મેક્સીમા ગાડી લઈને આ વિસ્તારમાં સસ્તા અનાજના ચોખા અને ઘઉંની છૂટક ખરીદી કરી રહ્યો હતો. પુરવઠા વિભાગની ટીમે તુરંત જ આ શખ્સને ઝડપી લીધો હતો અને વાહનની ઊંડાણપૂર્વક ચકાસણી શરૂ કરી હતી. ​વાહનની તલાશી લેતાં તેમાંથી 46 કિલો ઘઉં અને 225 કિલો ચોખા મળીને કુલ 271 કિલો સસ્તા અનાજનો જથ્થો મળી આવ્યો હતો. પુરવઠા ટીમે રેશનિંગનો આ તમામ જથ્થો તથા અનાજ ભરેલી રિક્ષા સહિત કુલ અંદાજે દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ સ્થળ પર જ જપ્ત કરી લીધો હતો. આ કાળાબજારી પાછળ કયા વેપારીઓ કે સસ્તા અનાજના સંચાલકોની સંડોવણી છે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ​જપ્ત કરવામાં આવેલા અનાજના જથ્થાને કાયદેસરની કાર્યવાહી હેઠળ સીઝ કરીને તાત્કાલિક સરકારી ગોડાઉન ખાતે જમા કરાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે અનાજની હેરફેર માટે વપરાયેલી રિક્ષાનો કબજો મેળવીને તેને આગળની કાનૂની કાર્યવાહી માટે મરીન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે. આ સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ કાળાબજારીમાં સામેલ અન્ય લોકો સામે પણ કડક પગલાં લેવામાં આવશે
    Click here to Read More
    Previous Article
    ડો. હર્ષ પંડ્યા મોત કેસમાં માઇક્રોબાયોલોજી વિભાગના વડા સસ્પેન્ડ:આપઘાતના બે દિવસ પહેલાં રેગિંગની રજૂઆત કરવા છતાં સુમૈયા મુલ્લાએ કાર્યવાહી ન કરી, કોલેજના ડીનને પણ નોટિસ
    Next Article
    Assam’s ad spend tripled after Himanta became CM. Media group linked to his wife got Rs 20 cr

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment