Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાંત્રિકે યુવતી પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા:તાંત્રિક મોડેલિંગ કરતી યુવતીને 'ચૂડેલને છુટી કરી દઈશ તે તારી ઉપર સવાર થઈ જશે', તેવી ધમકીઓ આપતો, ઘરે જઈને પાઠ કર્યા, મળવા અને રૂપિયા આપવા

    3 days ago

    વડોદરામાં ફોટો સ્ટુડિયોમાં મેનેજર તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીએ તાંત્રિક વિધિની ધમકીઓથી ત્રાસી જઈ ઉંદર મારવાની દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. સમગ્ર મામલે મૃતકની માતાએ ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં યુવતી મોડેલિંગનું કામ કરતી હોવાનું બહાર આવ્યું છે અને ચૂડેલને છુટી કરી દઈશ તે તારી ઉપર સવાર થઈ જશે, તેવી ધમકીઓ આપતો હતો. વડોદરા શહેરના તુલસીવાડી ખાતે રહેતી યુવતી કારેલીબાગ સ્થિત આર કે સ્ટુડિયોમાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતી હતી. આ દરમિયાન તેનો પરિચય છાણી જકાતનાકા એકતાનગરમાં રહેતા ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમાર સાથે થયો હતો. આ યુવતીની તબિયત ગત 29 ડિસેમ્બરથી લથડતાં તેને ઉલ્ટીઓ થવા લાગી હતી. 31 ડિસેમ્બરે સ્થિતિ ગંભીર બનતાં તેને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસમાં તેણે ઉંદર મારવાની ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું હતું. 1 જાન્યુઆરીએ યુવતીને આઈ.સી.યુ.માં ખસેડાઈ હતી. SSG હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર હેઠળ રહેલી યુવતીનું મોત થતા પરિવારે આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. ACP જી બી બાંભણીયાએ જણાવ્યું હતું કે, કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં એક એડી દાખલ થઈ હતી. યુવતી પોતાના ઘરે દવા પી લીધી હતી. જેથી તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 3 દિવસ બાદ તેમનું મૃત્યુ થયું હતું. FSLનો રિપોર્ટ આવ્યા પછી જાણવા મળ્યું હતું કે, મૃતક યુવતી કોઈ ભુવાજી ગિરીશ પરમાર સાથે સંપર્ક હતો અને અવારનવાર તેમની સાથે વાતચીત થતી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, જે-તે વખતે દોઢ વર્ષ પહેલા પોતાની દીકરીની છાતી પર ચૂડેલ બેસી ગઈ છે તેવી શંકા હતી. જેથી ભૂત ભૂવાના કામે ગિરીશભાઈ પરમારનો સંપર્ક કર્યો હતો અને તેમણે વિધિ કરી આપી હતી. વિધિ માટે તેમના વાળ, અત્તરની શીશી, મધ અને માળા જેવી વસ્તુઓ ભોગ બનનારને આપી હતી અને ત્યારબાદ થોડી રાહત થઈ હોવાનું ફરિયાદીનું કહેવું છે. તેઓએ ઉમેર્યું હતું કે, ત્યારબાદ યુવતી અને ભુવાજી વચ્ચે થોડા નજીકના સંબંધો ડેવલપ થયા હતા અને તેઓ એકબીજા સાથે સતત સંપર્કમાં રહેતા હતા. આ દરમિયાન ભુવાજીનું શોષણ વધવા લાગ્યું હતું. તેઓ અવારનવાર મળવા માટે તથા પોતાના ખાતામાં અથવા રોકડા પૈસા આપવા માટે હંમેશા મહિલા પર દબાણ કરતા હતા. આ જ દબાણના કારણે મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. યુવતી હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમણે આ અંગે પોતાના બહેન અને બનેવી સાથે પણ વાત કરી હતી, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓએ કહ્યું હતું કે, મોબાઇલમાંથી ચેટ રિકવર થયા બાદ આ સમગ્ર બાબતનો ખુલાસો થયો છે. શરૂઆતમાં યુવતીના બહેન-બનેવી દ્વારા આ અંગે વાત કરવામાં આવી હતી, પરંતુ સમાજમાં આબરૂ જવાની બીક અને ડરના કારણે પરિવાર દ્વારા તાત્કાલિક કોઈ ખુલીને વાત કરવામાં આવી ન હતી અને સમાજમાં ખરાબ છાપ ન ઊભી થાય તે માટે પરિવારજનો ફરિયાદ નોંધાવવામાં અચકાતા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા યુવતીનો મોબાઇલ અને તેના વિસેરા FSLમાં મોકલવામાં આવ્યા હતા. FSLમાંથી મોબાઇલ પરત આવ્યા બાદ રિકવર થયેલી ચેટ્સ અને વિસેરાનો અભ્યાસ કરતા આ બાબત સ્પષ્ટ થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે યુવતી પોતે મોડેલિંગનું કામ કરતી હતી. આરોપી છેલ્લા દોઢ વર્ષથી યુવતીના ઘરે આવ-જા કરતો હતો. તે નિયમિતપણે યુવતીને મળવા અને તેની પાસેથી પૈસા મેળવવા માટે સતત દબાણ અને પ્રેશર કરતો હતો. યુવતીએ તેને 1 લાખ રૂપિયા જેટલી રકમ આપી હોવાનું સામે આવ્યું છે. આરોપી યુવતીને પ્રેશર કરીને પૈસા પડાવતો હતો અને ચૂડેલને છુટી કરી દઈશ તે તારી ઉપર સવાર થઈ જશે, તેવી ધમકીઓ આપતો હતો. તેઓએ કહ્યું હતું કે, આરોપી ઘરમાં પાઠ કર્યા હતા અને વાળ કાપ્યા હતા અને યુવતીને પોતાના વશમાં રાખવા માટે તેણે તેના વાળ, હાથમાં બાંધવાની માળા અને અન્ય વસ્તુઓ મેળવીને તાંત્રિક વિધિ કરી હતી. પોલીસ તપાસ અને જનતાને અપીલ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા બાદ તેની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે જો આવી રીતે તાંત્રિક વિધિ કે બ્લેકમેઇલિંગનો શિકાર અન્ય કોઈ મહિલા કે નાગરિક બન્યા હોય, અથવા કોઈની સાથે આવું અસભ્ય કૃત્ય થયું હોય, તો તેમણે ડર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    સાવરકુંડલા ચર્ચમાં જ્વલંતશીલ પ્રવાહી છાંટી આગચંપી:ધર્મપરિવર્તનની શંકાએ તલવાર સાથે ઘુસ્યો ને લોકોમાં ભય ફેલાવી હુમલો કર્યો, આરોપીની ધરપકડ
    Next Article
    જૂનાગઢ કોંગ્રેસે ખનીજ સર્વે સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું:જૂનાગઢના માંગરોળમાં ખાનગી કંપનીના માઈનિંગ સર્વે સામે ખેડૂતોનો વિરોધ, કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કલેક્ટરને આવેદન આપી ગાંધીનગર કૂચની આપી ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment