Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલા ચર્ચમાં જ્વલંતશીલ પ્રવાહી છાંટી આગચંપી:ધર્મપરિવર્તનની શંકાએ તલવાર સાથે ઘુસ્યો ને લોકોમાં ભય ફેલાવી હુમલો કર્યો, આરોપીની ધરપકડ

    2 days ago

    અમરેલીના સાવરકુંડલામાં આવેલા ખ્રિસ્તી ધર્મસ્થાનમાં ગેરકાયદેસર પ્રવેશી એક શખ્સે આગચંપી કરી છે. ઉદય હરસુરભાઈ ખુમાણ નામના આરોપીએ તલવાર અને જ્વલનશીલ પ્રવાહી સાથે ચર્ચમાં ઘૂસીને ધાકધમકી આપી આગ લગાડી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા ટાઉન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. સાવરકુંડલા DYSP વિરલ ચંદનના જણાવ્યા મુજબ, ધર્મપરિવર્તન થતું હોવાની શંકાથી આ કૃત્ય કર્યું હોવાનું આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું છે. સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલી આઈટીઆઈ નજીકના 'ધ પેન્ટેકોસ્ટલ મિશન' નામના ચર્ચમાં બન્યો હતો. આરોપી ઉદય ખુમાણ હાથમાં તલવાર અને પ્લાસ્ટિકના કેનમાં જ્વલનશીલ પ્રવાહી લઈને ગેરકાયદેસર રીતે ચર્ચના પરિસરમાં ઘૂસી આવ્યો હતો. લોકોને ધમકી આપી હોલમાં ચાંપી દીવાસળી ચર્ચમાં પ્રવેશતાની સાથે જ આરોપીએ ત્યાં હાજર લોકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભયનો માહોલ ઊભો કર્યો હતો. ત્યારબાદ તેણે પોતાની સાથે લાવેલું જ્વલનશીલ પ્રવાહી ચર્ચના મુખ્ય હોલમાં છાંટીને દીવાસળી વડે આગ ચાંપી દીધી હતી. સોફાસેટ અને ફર્નિચર મળીને ભારે નુકસાન આ ઘટનામાં ચર્ચમાં રાખવામાં આવેલા સોફાસેટ, ટેબલ, 4-5 પ્લાસ્ટિકની ખુરશીઓ, પલંગ અને બારીના પડદા સહિતનો અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં કુલ ₹50,000નું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી જેલહવાલે કર્યો ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા ટાઉન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને વધુ ફેલાતી અટકાવી હતી. આ મામલે લિડિયા મસીહ રાનીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'UAEમાં અમેરિકન-ભારતીયોને રૂમ મળ્યા, પણ પાકિસ્તાનીઓને રઝળાવી દીધા':PAK સાંસદે UAEમાં પાકિસ્તાની મુસાફરો સાથે ભેદભાવનો આરોપ લગાડ્યો; ફ્લાઇટ રદ થયા બાદ હોટલમાં રૂમ ન મળ્યો
    Next Article
    તાંત્રિકે યુવતી પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા:તાંત્રિક મોડેલિંગ કરતી યુવતીને 'ચૂડેલને છુટી કરી દઈશ તે તારી ઉપર સવાર થઈ જશે', તેવી ધમકીઓ આપતો, ઘરે જઈને પાઠ કર્યા, મળવા અને રૂપિયા આપવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment