Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ કોંગ્રેસે ખનીજ સર્વે સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું:જૂનાગઢના માંગરોળમાં ખાનગી કંપનીના માઈનિંગ સર્વે સામે ખેડૂતોનો વિરોધ, કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કલેક્ટરને આવેદન આપી ગાંધીનગર કૂચની આપી ચીમકી

    3 days ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ખેડૂતોની ઉપજાવ અને ફળદ્રુપ જમીન પર ખનીજ ઉત્ખનન માટે હાથ ધરાયેલા સર્વેના આદેશથી સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. કેન્દ્ર સરકારના ખાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ખનીજ સંશોધન વિભાગ મારફતે મેસર્સ માઈનિંગ એસોસિએટ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. આ આદેશને તાત્કાલિક ધોરણે રદ કરવા અને માઈનિંગની તમામ પ્રક્રિયાઓ પર પૂર્ણવિરામ મૂકની માંગ સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ​જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા માંગરોળ તાલુકાના ખેડૂતોની એકમાત્ર આજીવિકા સમાન ફળદ્રુપ જમીનો હડપી લેવાનું મોટું કૃત્ય સામે આવ્યું છે. માંગરોળ તાલુકાના માનખેત્રા, લંભોરા, સુલતાનપુર, ઢેલાણા, કોટડા, સકરાણા, વિરપુર, ચોટલી વિરડી, શેપા, હુસેનાબાદ, શેખપુર અને માંગરોળ ઓ.જી. વિસ્તાર સહિતના આજુબાજુના 15 થી 17 જેટલા ગામોમાં છેલ્લા છ મહિનાથી ખાનગી કંપની દ્વારા માઈનિંગ સર્વેની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે, જે અત્યંત ગંભીર બાબત છે. ​માંગરોળ પંથકના ખેડૂતો પાસે માત્ર દોઢ, બે કે અઢી વીઘા જેટલી જ નાની જમીનો આવેલી છે. અહીં મોટાભાગના નાના અને સીમાંત ખેડૂતો વસવાટ કરે છે, જેમના 5 થી 10 સભ્યો ધરાવતા પરિવારોનું ગુજરાન સંપૂર્ણપણે આ ખેતી પર નિર્ભર છે. આ પંથકમાં આંબા, નાળિયેર, ચીકુ અને કેળા જેવા ફળદ્રુપ પાકોનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન માંગરોળ વિસ્તારમાં થાય છે. જેનાથી રાજ્ય સરકારને પણ આર્થિક ફાયદો થાય છે. અહીં ખેતી સિવાય ખેડૂતો માટે અન્ય કોઈ આજીવિકાનું સાધન કે મોટા ઉદ્યોગો ઉપલબ્ધ નથી. ​કેન્દ્ર સરકારે અદાણી અને અન્ય ખાનગી મળતિયા કંપનીઓને ખનીજ ઉત્ખનન માટે જે હવાલો સોંપ્યો છે, તે નાના ખેડૂતોની જમીનો હડપવાનું કાવતરું છે. ધરતી ફાડીને ધાન્ય પકવતા જગતના તાતની ફળદ્રુપ જમીન પર સરકારની આવી કોઈ ખરાબ નીતિ કે દાનત હોવી જોઈએ નહીં. અન્નદાતાની જમીન કાયમી ધોરણે ખેતીના ઉપયોગમાં જ રહે તે જ દેશ અને સમાજના હિતમાં છે. કોંગ્રેસ પક્ષ ખેડૂતોના અધિકારો માટે હંમેશા લડાઈ લડતો રહ્યો છે અને આગામી સમયમાં પણ મજબૂતીથી લડતો રહેશે. કેન્દ્ર સરકારના ખાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સર્વેના તમામ આદેશો તાત્કાલિક ધોરણે પૂર્ણવિરામ મૂકીને રદ કરવામાં આવે. જો સરકાર દ્વારા આ સર્વેની કામગીરી અટકાવવામાં નહીં આવે અને ખેડૂતોને પરેશાન કરવાનું કૃત્ય ચાલુ રહેશે, તો કોંગ્રેસ પક્ષ ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા અહિંસક માર્ગે ઉગ્ર આંદોલન કરશે. જરૂર પડશે તો માંગરોળથી ગાંધીનગર સુધી ખેડૂતોની વિશાળ રેલી યોજીને કૂચ કરવામાં આવશે અને તેનાથી ઉદ્ભવનારી તમામ પરિસ્થિતિ અને પરિણામોની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
    Click here to Read More
    Previous Article
    તાંત્રિકે યુવતી પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા:તાંત્રિક મોડેલિંગ કરતી યુવતીને 'ચૂડેલને છુટી કરી દઈશ તે તારી ઉપર સવાર થઈ જશે', તેવી ધમકીઓ આપતો, ઘરે જઈને પાઠ કર્યા, મળવા અને રૂપિયા આપવા
    Next Article
    'PM મોદી અરિહાને ભારત લાવો':જર્મનીની યુથ વેલફેર ઓથોરિટીની કસ્ટડીમાં રહેલી અરિહાને ભારત લાવવા નમ્રમુનિ મહારાજ સાહેબની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment