Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના નકલી દારૂકાંડમાં સુરતનો યુવક ગંભીર:દારૂ પીને સુરત પરત આવ્યો ને તબિયત લથડી, ત્રણ દિવસથી બેભાન

    1 day ago

    ભાવનગરનો નકલી દારુકાંડ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ દારૂ પીધા બાદ એક સુરતનો યુવક પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. યુવક 16 તારીખે રાત્રે ભાવનગરથી દારૂ પીને 17 તારીખે સવારે સુરત આવ્યો હતો. સંજયસિંહ નામના યુવકની સુરત પહોંચતા તબિયત લથડી હતી. શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્ય એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પણ તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો. જેથી તેને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ન્યુરોલોજિસ્ટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 3 દિવસથી બેભાન સંજયસિંહ જ્યારે સુરત આવ્યો ત્યારે તેની તબિયત લથડી હતી અને પહેલા તેની આંખો બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ તેના અલગ અલગ રિપોર્ટ કરાવી રહ્યા હતા ત્યારે તેને સિરિયસ એટેક આવી ગયો હતો. ત્યારથી જ તે બેભાન અવસ્થામાં છે. હાલ પણ સંજયસિંહ બેભાન અવસ્થામાં છે અને સારવાર હેઠળ છે. સંજય છેલ્લા બે-ત્રણ દિવસથી આજ અવસ્થામાં હોવાથી પરિવાર પણ ચિંતિત છે. દારૂ પીધાના આઠથી દસ કલાકમાં જ તબિયત લથડી સંજયસિંહની તબિયત લથડવાના કારણે અલગ અલગ ડોક્ટરો દ્વારા અલગ અલગ રિપોર્ટો કરાવવામાં આવ્યા હતા. દારૂનો નશો કર્યો હોવાથી તેનો એક અલગથી રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં ઇથેનોલ મિથેનોલ પોઈઝનની અસર હોવાનો રિપોર્ટ પણ આવ્યો છે. દારૂ પીધાના આઠથી દસ કલાકમાં જ સંજયની તબિયત લથડી હતી અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર કચેરીમાં વિશેષ બાળકોનો 'સ્પેશિયલ રાખી સ્ટોલ':કમળાબેન બધિર વિદ્યાલયના મુક-બધિર વિદ્યાર્થીઓએ તૈયાર કરી આકર્ષક રાખડીઓ
    Next Article
    મોરબી યુથ કોંગ્રેસે સિવિલ હોસ્પિટલમાં ફળ વિતરણ કર્યું:પૂર્વ PM રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સેવાકાર્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment