Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર કચેરીમાં વિશેષ બાળકોનો 'સ્પેશિયલ રાખી સ્ટોલ':કમળાબેન બધિર વિદ્યાલયના મુક-બધિર વિદ્યાર્થીઓએ તૈયાર કરી આકર્ષક રાખડીઓ

    1 day ago

    મૂક ધ્વનિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને વડોદરાના કારેલીબાગમાં આવેલી શ્રીમતી કમળાબેન બધિર વિદ્યાલયના પ્રાથમિક વિભાગના વિશેષ વિદ્યાર્થીઓ દ્વારા કલાત્મક અને આકર્ષક રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ બાળકોમાં રહેલી વિશેષ કલાત્મક પ્રતિભા અને સર્જનશીલતાને પ્રોત્સાહન આપવા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક ખાસ 'સ્પેશિયલ રાખી સ્ટોલ' ઊભો કરાયો છે. કલેક્ટર કચેરીમાં આવતા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકો આ સુંદર રાખડીઓ જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં રાખડીઓની ખરીદી કરીને આ વિશેષ બાળકોના ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો કરી રહ્યા છે. બાળકોમાં કુદરતી અદભુત કલા શક્તિ અહીં સામાન્યથી લઇ ઊંચી રેન્જ સુધીની રાખડીઓ અહીં વેચાણ અર્થે મુકાઈ છે. આ પ્રદર્શન અને વેચાણ સ્ટોલ અંગે વધુ માહિતી આપતા બાળકો સાથે માર્ગદર્શન માટે આવેલા શિક્ષિકા પાયલબેન ત્રિવેદીએ જણાવ્યું કે, શાળા દ્વારા બાળકોની આંતરિક ક્ષમતાઓને બહાર લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. રાખડી નિર્માણ ઉપરાંત શાળામાં બાળકોને ચિત્રકામ, ફોટો ફ્રેમિંગ, રંગોળી અને વિવિધ પ્રકારના આર્ટ એન્ડ ક્રાફ્ટની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમના ફળસ્વરૂપે જ આજે આટલી શ્રેષ્ઠ રાખડીઓ તૈયાર થઈ શકી છે. શાળાના સંચાલકોએ કલેક્ટર કચેરી ખાતે સ્ટોલ માટે જગ્યા ફાળવવા બદલ જિલ્લા તંત્રનો આભાર માન્યો હતો અને નાગરિકોને બાળકો દ્વારા હાથથી બનાવેલી આ રાખડીઓ વધુને વધુ પ્રમાણમાં ખરીદીને તેમને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. રાખડી ખરીદવા આવેલા ગ્રાહક નેહા શર્માએ જણાવ્યું હતું કે, આ બાળકોએ બનાવેલી રાખડી અદભુત છે. તેઓએ કરેલું કલર કોમ્બિનેશન ખુબ આકર્ષક છે. અને આ રાખડીઓ બજાર કરતા ખુબ સારી છે. વિશેષ બાળકો માટે એક પ્રેરણાદાયી મંચ આ ખાસ આયોજન અંતર્ગત વડોદરાના જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયાએ પણ વ્યક્તિગત રીતે આ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે બાળકો દ્વારા બનાવવામાં આવેલી વિવિધ ડિઝાઇનની રાખડીઓની પ્રશંસા કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    શાહે કહ્યું-કોંગ્રેસનું આખું વંદે માતરમ ન ગાવું દેશવિરોધી:કોંગ્રેસે 1937માં રાષ્ટ્રગીતના બે ટુકડા કરીને મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું અને વિભાજનનો પાયો નાખ્યો
    Next Article
    ભાવનગરના નકલી દારૂકાંડમાં સુરતનો યુવક ગંભીર:દારૂ પીને સુરત પરત આવ્યો ને તબિયત લથડી, ત્રણ દિવસથી બેભાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment