Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ:પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શ્વાન પર અત્યાચારનો વીડિયો વાયરલ

    17 hours ago

    પોરબંદરના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં એક શ્વાન સાથે અત્યંત અમાનવીય અને ક્રૂર વર્તન કરવામાં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તથા જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવાન બેજુબાન શ્વાન પર અત્યાચાર ગુજારતો સ્પષ્ટપણે નજરે પડે છે. શખ્સ શ્વાનના પગ પકડીને ગોળ ગોળ ફરીને શ્વાનનો ઘા કરે છે. શ્વાન સાથે ક્રૂરતા કરનાર વ્યક્તિ સામે પ્રાણી પ્રત્યે ક્રૂરતા અટકાવવા અંગેના કાયદા (PCA Act 1960)ની કલમ 11(1)(a) તથા ભારતીય ન્યાય સંહિતા (BNS 2023)ની કલમ 325 સહિતની કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવા માટે ઉદય કારાવદરા ચેરી. એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના ડૉ. નેહલબેન કારાવદરા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.જીવદયાપ્રેમીઓનું કહેવું છે કે આવા અમાનવીય કૃત્યો કરનારાઓ સામે દાખલારૂપ કડક પગલાં ભરવામાં આવે જેથી ભવિષ્યમાં બેજુબાન પ્રાણીઓ પર થતા અત્યાચાર અટકી શકે. પ્રાણીઓ સાથે ક્રૂરતા અંગે કાયદો જાણો પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960 હેઠળ પ્રાણીને બિનજરૂરી પીડા કે ત્રાસ આપવો, ઇજા પહોંચાડવી અથવા ક્રૂર વર્તન કરવું દંડનીય બની શકે છે, ફોજદારી પણ થઇ શકે છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારામાં મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો:સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી તસ્કર બાઇક સાથે ગણતરીના દિવસોમાં ઝડપાયો
    Next Article
    જિલ્લામાં અત્યારસુધીમાં‎સરેરાશ માત્ર 5 ઈંચ વરસાદ‎:જિલ્લામાં ઓછા વરસાદને લઈને સૌની યોજના હેઠળ તમામ ડેમ અને 7 કિમી ત્રિજ્યામાં આવતા તળાવો પાણીથી ભરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment