Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લામાં અત્યારસુધીમાં‎સરેરાશ માત્ર 5 ઈંચ વરસાદ‎:જિલ્લામાં ઓછા વરસાદને લઈને સૌની યોજના હેઠળ તમામ ડેમ અને 7 કિમી ત્રિજ્યામાં આવતા તળાવો પાણીથી ભરાશે

    18 hours ago

    પોરબંદર જિલ્લામાં વરસાદની અછતને લઈને વનમંત્રી તેમજ પાણી પુરવઠામંત્રીએ ગાંધીનગર ખાતે એક બેઠક યોજી હતી જેમાં પોરબંદર જિલ્લામાં સૌની યોજના હેઠળ તમામ ડેમો તેમજ 7 કિમી ત્રિજ્યામાં આવતા તળાવો ભરવા સૂચના આપવામાં આવી હતી તો ઘેડ અને બરડા પંથકમાં ચાલતા પ્રોજેટક સમયસર પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે નબળા ચોમાસાની સ્થિતિને ધ્યાને રાખીને પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વનમંત્રી તથા પાણી પુરવઠા મંત્રી અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જળસંપત્તિ, સિંચાઈ, શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી સૌની યોજનાના મહત્તમ ઉપયોગ થકી જિલ્લાના ડેમો અને તળાવો ભરવા માટે આગોતરું માઇક્રો પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રીઓએ સૂચના આપી હતી કે સૌની નેટવર્કને અપગ્રેડ કરી તેની 7 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ ડેમો, સિંચાઈ યોજનાઓ અને તળાવો પાણીથી ભરી દેવા ચોક્કસ આયોજન હાથ ધરવું. વધુમાં, ઘેડ વિસ્તારના ફેઝ-1 અને ફેઝ-1ના કામો કોઈપણ વિલંબ વગર પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી. શહેરના સુકાળા તળાવની ઊંડાઈ-પહોળાઈ વધારી જળસંગ્રહ ક્ષમતા વધારવા તેમજ એરપોર્ટ વિસ્તૃતિકરણ વિસ્તારના કામો તાત્કાલિક પૂર્ણ કરવા આદેશ અપાયા હતા. બરડા વન વિસ્તાર અને સ્થાનિક સિંચાઈ પ્રોજેક્ટો અંગે ચર્ચા કરાઈ‎ આ બેઠકમાં ​દિપડાઝર સિંચાઈ યોજનાની જમીન તબદીલીની વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા સૂચના,સરમણી સિંચાઈ યોજનામાં વન વિભાગ સાથે સંકલન સાધીને કામગીરી સત્વરે શરૂ કરવા આદેશ તેમજસોરઠી-અડવાણા પાઈપલાઈન પ્રોજેકટમાં સોરઠી ડેમનું ઓવરફ્લો પાણી વ્યર્થ વહી ન જાય તે માટે પાઈપલાઈન દ્વારા નજીકના અડવાણા ડેમમાં સંગ્રહ કરવા શક્યતાઓ ચકાસી પ્રોજેક્ટનું આયોજન કરવા ચર્ચા કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ:પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શ્વાન પર અત્યાચારનો વીડિયો વાયરલ
    Next Article
    Shweta Tiwari Claims Cockroach Found In Instamart Order, Tags Tukaram Mundhe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment