Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 423 વર્ષિતપ પારણા મહોત્સવ યોજાયો:શ્રી ઉમરા શ્વે.મૂ.પૂ. જૈન સંઘે પંચાહિકા જિનભક્તિ મહોત્સવનું આયોજન કર્યું

    12 hours ago

    સુરતમાં શ્રી ઉમરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા 423 વર્ષિતપ પારણા પંચાહિકા જિનભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ માતૃ પારૂબેન મયાચંદજી વર્ધાજી આરાધના ભવન ખાતે યોજાયો હતો. આ મહોત્સવ આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાયો હતો. તેમની સાથે આચાર્ય પૂર્ણચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. અને પ્રવચનકાર આચાર્ય રશ્મિરાજસૂરીશ્વરજી મ.સા. સહિતના વિદ્વાન સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવનો પ્રારંભ વિક્રમ સંવત 2082ના ચૈત્ર વદ-14, ગુરુવાર, તા. 16 એપ્રિલ 2026ના રોજ થયો હતો. પારણાનો મુખ્ય કાર્યક્રમ સુરતના સરસાણા ડોમ, ખજોદ ચોકડી સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. વિક્રમ સંવત 2082ના વૈશાખ સુદ-3, સોમવાર, તા. 20 એપ્રિલ 2026ના રોજ રજવાડી પારણોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કુમકુમ મંદિરમાં ભગવાનને ચંદનના વાઘા ધરાવાયા:5 કિલો ચંદન 7 દિવસ ઘસીને તૈયાર કરાયા
    Next Article
    આમોદમાં મગરના આતંકનો અંત:વન વિભાગે હુમલાખોર મગરને પાંજરે પકડ્યો, સ્થાનિકોએ રાહત અનુભવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment