Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણા ગામે દરજી પરિવાર દ્વારા બ્રહ્માણી માતાનો પાટોત્સવ ઉજવાયો:બહારગામથી આવેલા પરિવારોએ યજ્ઞ દર્શન અને પ્રસાદનો લાભ લીધો

    16 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે દરજી પરિવારોના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ગામ અને બહારગામથી આવેલા દરજી પરિવારોએ માતાજીના દર્શન, યજ્ઞ અને પ્રસાદનો લાભ લીધો હતો. દરજી પરિવારો દ્વારા દર વર્ષે બ્રહ્માણી માતાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં જગદીશભાઈ ઉમેદભાઈ દરજીએ મુખ્ય યજમાન તરીકે યજ્ઞનો લાભ લીધો હતો. શાસ્ત્રી ભરતભાઈ દવે, અજીતભાઈ દવે અને મહેશભાઈ શાસ્ત્રી સહિતના વિદ્વાનોએ શાસ્ત્રોક્ત વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ સંપન્ન કરાવી હતી. આ ધાર્મિક પ્રસંગે કાંતિભાઈ દરજી, જેન્તીભાઈ દરજી, હરગોવનભાઈ, નવીનભાઈ, રમેશભાઈ, બકાભાઇ અને પ્રવીણભાઈ દરજી સહિત મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવના આ પવિત્ર અવસરે કૌશિકભાઈ ધુડાભાઈ દરજી તરફથી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગોધરા સિવિલમાં એક જ દિવસમાં શ્વાન કરડવાના 8 કેસ:રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો, ડોક્ટરે તાત્કાલિક સારવારની અપીલ કરી
    Next Article
    કુમકુમ મંદિરમાં ભગવાનને ચંદનના વાઘા ધરાવાયા:5 કિલો ચંદન 7 દિવસ ઘસીને તૈયાર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment