Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિલાલ બટકો ગેંગના 8 સભ્યો ઝડપાયા:પશુ ચોરી-ગૌવંશ ગુનામાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી

    2 days ago

    સાબરકાંઠા જિલ્લામાં પશુ ચોરી અને ગૌવંશ સંબંધિત ગુના આચરતી બિલાલ બટકો ગેંગના આઠ સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબીએ આ શખ્સોને ઓળખીને ઝડપી પાડ્યા હતા. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, આ ગેંગ છેલ્લા દસ વર્ષથી સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી અને ખેડા જિલ્લાના કુલ 14 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય હતી. તેઓ પશુ ચોરી અને ગૌવંશની પ્રવૃત્તિઓ દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમનો ભંગ કરી રહ્યા હતા. આ પ્રવૃત્તિઓએ ખેડૂત સમાજ અને પશુપાલકોમાં ભય તથા અસુરક્ષાનું વાતાવરણ ઊભું કર્યું હતું. સાબરકાંઠા એલસીબી અને એસઓજીના સ્ટાફે ચોક્કસ માહિતીના આધારે આઠ શખ્સોની પૂછપરછ કરી તેમને વિવિધ સ્થળોએથી ઝડપી પાડ્યા હતા. તેમના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને, પકડાયેલા આઠેય સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજસીટોક હેઠળ અટકાયત કરાયેલા આરોપીઓના નામ અને તેમની સામેના ગુનાઓની વિગતો નીચે મુજબ છે: 1. મહમદબિલાલ ઉર્ફે સામીર બટકો ઉર્ફે કસાઈ હનીફ કુરેશી (રહે. નારોલ, અમદાવાદ) – 13 ગુનામાં સંડોવણી. 2. ઈકબાલહુસેન યુસુફ સૈયદ (રહે. ફતેવાડી, જુહાપુરા, અમદાવાદ) – 12 ગુનામાં સંડોવણી. 3. ઈરફાન ઉર્ફે ટોલી ઈસ્તીયાક બત્તા કુરેશી (રહે. વટવા, અમદાવાદ) – 14 ગુનામાં સંડોવણી. 4. સાહિલખાન શરીફખાન પઠાણ (રહે. દંતાલી, જિ. ખેડા) – 11 ગુનામાં સંડોવણી. 5. આરીફ ઉર્ફે કાલુ ફીરોજ સીપાઈ (રહે. બહીયલ, તા. દહેગામ) – 08 ગુનામાં સંડોવણી. 6. સદામખાન મોહમદખાન પઠાણ (રહે. જુહાપુરા, અમદાવાદ) – 08 ગુનામાં સંડોવણી. 7. મુસ્તકીમ ઉર્ફે ખચકો સયુબ સીપાઈ (રહે. બહીયલ, તા. દહેગામ) – 09 ગુનામાં સંડોવણી. 8. સંજય મફા દેવીપુજક (રહે. બહીયલ, તા. દહેગામ) – 08 ગુનામાં સંડોવણી.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં 5 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ:22 'મ્યુલ એકાઉન્ટ' ઝડપાયા, 4 આરોપીઓની ધરપકડ
    Next Article
    મોરબી જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં વીજપોલ મુદ્દે અનોખો વિરોધ:હળવદથી જેતપર સુધી 1500 લોકોની બાઈક-કાર રેલી, વેપારીઓનું આંદોલનને સમર્થન; વીજપોલની પ્રતિકૃતિ સાથે નોંધાવ્યો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment