Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 5 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ:22 'મ્યુલ એકાઉન્ટ' ઝડપાયા, 4 આરોપીઓની ધરપકડ

    2 days ago

    સાબરકાંઠા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે રાજ્યવ્યાપી "ઓપરેશન મ્યુલ હન્ટ" અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઓનલાઈન સાયબર ઠગાઈમાં વપરાતા 22 શંકાસ્પદ 'મ્યુલ એકાઉન્ટ' શોધી કાઢ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થયેલી ઓનલાઈન ઠગાઈની રકમ ટ્રાન્સફર કરવા માટે થતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે 16 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસે ભારતીય સરકારના Indian Cyber Crime Coordination Centre (I4C) ના SAMANVAYA અને NCCRP પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંક, પંજાબ નેશનલ બેંક, IDBI બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને યુકો બેંક સહિતની વિવિધ બેંકોમાં ખોલવામાં આવેલા 22 શંકાસ્પદ ખાતાઓ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ખાતાઓ સાથે દેશભરમાં થયેલી 93 ઓનલાઈન ઠગાઈની ફરિયાદો સંકળાયેલી છે. સાયબર ઠગાઈ દ્વારા આશરે 5.04 કરોડ રૂપિયાથી વધુની રકમ આ ખાતાઓ મારફતે ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ખાતાઓમાં અંદાજે 31.68 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તપાસ મુજબ, આરોપીઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૈસાની લાલચ આપીને તેમના નામે બેંક ખાતા ખોલાવતા હતા. ત્યારબાદ તેઓ તે ખાતાના પાસબુક, ATM કાર્ડ, ચેકબુક અને મોબાઈલ નંબર મેળવી અન્ય સાથીદારોને સોંપી દેતા હતા. આ માધ્યમથી સાયબર ઠગાઈની રકમ વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેવામાં આવતી હતી. આ કેસમાં સાબરકાંઠાના તલોદ વિસ્તારના બે સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 14 ખાતાધારકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, મુખ્ય આરોપી સામે અગાઉ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ સાયબર ગુનાનો ગુનો નોંધાયેલો છે. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપીઓના અન્ય સાગરિતો તેમજ આ નેટવર્ક સાથે સંકળાયેલા લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે નાગરિકોને અજાણ્યા લોકોના કહેવાથી બેંક ખાતા ખોલાવવા કે ખાતાની વિગતો અન્યને ન આપવા અપીલ કરી છે. ધરપકડ કરેલા આરોપીઓની વિગત 1.હેતકુમાર જગદીશભાઇ સોલંકી, રહે. ૨૯, ગુરૂકૃપા સોસાયટી, તલોદ, તા. તલોદ, જી. સાબરકાંઠા. 2.ધ્રુવ રમેશભાઇ દરજી, રહે. દેસાઇનગર, તલોદ, તા. તલોદ, જી. સાબરકાંઠા. 3.તરુણ વછેટા, મૂળ રહે. પાલી, રાજસ્થાન, હાલ રહે. અમદાવાદ. 4.દિપક તિવારી, મૂળ રહે. ભીલવાડા, રાજસ્થાન, હાલ રહે. અમદાવાદ. કાયદેસરની કાર્યવાહી કરેલ મ્યુલ એકાઉન્ટ ધારકોની વિગત 1.ભાવેશકુમાર જીન્દુસંગ મકવાણા, રહે.મામરોલી, તા.પ્રાતિંજ. 2.સોનલબેન જગદીશસિંહ ચૌહાણ, રહે.વાઘપુર તા.પ્રાતિંજ. 3.પંકજસિંહ રજુસિંહ ચૌહાણ, રહે.સાદોલીયા, તા.પ્રાતિંજ. 4.રૂપાબેન સરધાનસિંહ ચૌહાણ, રહે.બાલીસણા તા.પ્રાતિંજ. 5.સાનિયાબેન મનુભાઇ સુતરિયા, રહે.અમીનપુર પો.પલ્લાચર, તા.પ્રાતિંજ. 6.પલકબેન મુકેશભાઇ સુતરીયા, રહે.સતારવાસ, અમીનપુર પો.પલ્લાચર, તા.પ્રાતિંજ. 7.આશિષસિંહ સરધાનસિંહ ચૌહાણ, રહે.સાદોલિયા પોસ્ટ-કમાલપુર, તા.પ્રાંતિજ. 8.ગીતાબેન કાનસંગ ચૌહાણ, રહે.સાદોલીયા તા.પ્રાતિંજ. 9.શૈલેષકુમાર બકોરભાઇ પરમાર, રહે.આંજણા તા.તલોદ. 10.વિનીતકુમાર સાધુભાઇ તાતીયા, રહે. રેલ્વે કોલોની, ગ્રીન પાર્ક-૩ સોસાયટીની સામે પ્રાંતિજ. 11.કૃણાલકુમાર મુકેશભાઇ વણકર, રહે.વદરાડ, તા.પ્રાંતિજ. 12.ડિમ્પલબેન અમિતકુમાર પરમાર, મુળ રહે.બાલીસણા, તા.પ્રાંતિજ. 13.રેખાબેન પંકજકુમાર વણકર રહે. મામરોલી તા.પ્રાંતિજ. 14.કિશનભાઇ લક્ષ્મણભાઇ વણકર રહે. સલાલ તા.પ્રાંતિજ.
    Click here to Read More
    Previous Article
    બહારથી ખાતા પહેલા સાવધાન!:અમદાવાદમાં શાકમાં વપરાતી ગ્રેવીમાં ડાયનો કલરનો ઉપયોગ, 44 ખાણીપીણીની ચીજવસ્તુઓ હલકી ગુણવત્તાની
    Next Article
    બિલાલ બટકો ગેંગના 8 સભ્યો ઝડપાયા:પશુ ચોરી-ગૌવંશ ગુનામાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment