Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારામાં મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો:સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી તસ્કર બાઇક સાથે ગણતરીના દિવસોમાં ઝડપાયો

    10 hours ago

    વ્યારા પોલીસે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ચોરાયેલી સ્પ્લેન્ડર બાઇક સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તા. 18 ઓગસ્ટ, 2026ના રોજ વ્યારા ટાઉન બીટ વિસ્તારમાં આવેલા મન કામેશ્વર મંદિર પાસે ફૂટપાથ પરથી ₹20,000/- ની કિંમતની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચોરાઈ હતી. આ અંગે વ્યારા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. વ્યારા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ. ગોહીલની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે પોલીસે વ્યારાના ભસ્તી ફળિયા ખાતે કેનાલ પાસેથી આરોપી ફૈઝલ ખાન શેરખાન પઠાણ (ઉં.વ. 28, રહે. માલીવાડ, પટેલ કોમ્પ્લેક્ષ, વ્યારા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલી ₹20,000/- ની સ્પ્લેન્ડર મોટરસાયકલ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં કોલેજના ડીનને શો-કોઝ નોટિસ:માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરે તેવી શક્યતા
    Next Article
    જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ:પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શ્વાન પર અત્યાચારનો વીડિયો વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment