Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નણંદની જીદ્દના કારણે પતિએ છૂટાછેડાનું લખાણ કરાવ્યું:પ્રેમલગ્ન કર્યા બાદ પતિએ છૂટાછેડા વગર જ સમાજની યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા

    2 days ago

    છૂટાછેડા થયા ન હોવા છતાં પતિએ બીજા લગ્ન કરતાં પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્નજીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા, મારકૂટ અને લાંબા સમય સુધી પતિના ગાયબ થવા સહિતની ઘટનાઓ બાદ હવે પતિ સામે બીજાં લગ્ન અને માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવમાં મોરબી રોડ, બેડી ચોકડી, વેલનાથપરા, શેરી નં.28માં રહેતા હીનાબેન કાના ટોયટા ઉર્ફે કિરણ કારેઠા(ઉ.વ.31)ની મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોટેચા ચોક પાસે, વૃંદાવન સોસાયટીમાં રહેતા પતિ કિરણ રમેશભાઇ કારેઠા ઉર્ફે કાના ટોયટાનું નામ આપ્યું છે. બાળક પોતાનું ન હોવાનું કહેતા પત્નીએ અગાઉ પણ પોલીસ અરજી કરી’તી વર્ષ 2018એ પુત્રનો જન્મ થયો ત્યારે કાનાએ બાળક પોતાનું ન હોવાનું કહી વિવાદ કર્યો હતો. 2020માં પુત્રીનો જન્મ બાદ બીજા પુત્રનો જન્મ થયો પણ બંનેનું જન્મતા જ મૃત્યુ થયું હતું. ત્રણેય બાળકોના જન્મ-મરણ પ્રમાણપત્રમાં પિતા તરીકે કાનાનું નામ છે. નણંદની જીદ્દના કારણે પતિએ છૂટાછેડાનું લખાણ કરાવ્યું વર્ષ 2023એ કાનાની બહેન અનુબેને હીના સાથે છૂટાછેડા લેવા દબાણ કર્યું હતું. અનુબેને ફિનાઇલ પીવાનો પ્રયાસ કરતાં 29 મેના રોજ કાનાએ જૂની કોર્ટમાં નોટરી મારફતે છૂટાછેડાનું લખાણ કરાવ્યું હતું. જોકે કોર્ટમાંથી કાયદેસર છૂટાછેડાનો હુકમ થયો ન હતો.
    Click here to Read More
    Previous Article
    પોલીસમાં બદલી મુદ્દે ઉચ્ચ અધિકારીની મનમાની સામે આવી:હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા 35 જવાનોની બદલી અટકાવવા ACPનો ખેલ, CPએ રિપોર્ટ મગાવ્યો
    Next Article
    જીવ રક્ષા સમિતિ અને કે.એચ. ફાઉન્ડેશને સંયુક્ત રીતે પર્દાફાશ કર્યો:મેટોડામાં 20 જેટલી ગાયોના ચામડાં ઉતારેલા મૃતદેહો અને અવશેષો મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment