Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસમાં બદલી મુદ્દે ઉચ્ચ અધિકારીની મનમાની સામે આવી:હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા 35 જવાનોની બદલી અટકાવવા ACPનો ખેલ, CPએ રિપોર્ટ મગાવ્યો

    2 days ago

    રાજકોટ શહેર પોલીસ બેડામાં પારદર્શક વહીવટ અને લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ગત જુલાઈ માસથી જ એક વ્યાપક ઝુંબેશ શરૂ કરી હતી. પરંતુ, આ પ્રક્રિયા દરમિયાન પોલીસ હેડક્વાર્ટરના એક ઉચ્ચ અધિકારીની આડોડાઈ અને મનસ્વી કારસો સામે આવતા પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. 3 વર્ષથી વધુ સમયથી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા 35થી વધુ જવાનોના બદલી રિપોર્ટ આગળ ન મોકલીને રોકી દેવામાં આવ્યા હતા. જોકે, આ મામલો સીપીના ધ્યાને આવતા તેમણે તુરંત મુદત લંબાવી બાકી રહી ગયેલા જવાનોના રિપોર્ટ મગાવી હિયરિંગની તક આપતા મામલો થાળે પડ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ ગત 23 જુલાઈથી શરૂ થયેલી બદલી પ્રક્રિયા અંતર્ગત અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં 226 જેટલા જવાનોની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. નિયમ મુજબ 3 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અને સ્વૈચ્છિક બદલી ઈચ્છતા જવાનોના રિપોર્ટ સંબંધિત પીઆઈ અને હેડક્વાર્ટરના એસીપી હસ્તક સીપી કચેરીની શીટ શાખાને મોકલવાના હતા. ત્યારબાદ સીપી બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ અને ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈની કમિટી દ્વારા હિયરિંગ કરીને બદલીના આદેશો કરાતા હતા. જોકે, જુલાઈ અને ઓગસ્ટ માસમાં 226 જવાનોના ઓર્ડર થઈ ગયા છતાં હેડક્વાર્ટરના 35થી વધુ જવાનોને હિયરિંગ માટે ન બોલાવાતા અસંતોષ વ્યાપ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે ઉચ્ચ અધિકારીએ આ રિપોર્ટ આગળ મોકલ્યા જ નહોતા અને ‘મોડા મળ્યા’નું બહાનું ધરવામાં આવ્યું હતું. આખરે સીપી બ્રજેશકુમાર ઝાએ સમયસૂચકતા દાખવી મુદત લંબાવતા આ બાકી રહેલા જવાનોની બદલીનો માર્ગ મોકળો થયો છે. બદલી નીતિમાં ‘સિન્ડિકેટ’ ભાંગવાનો સમય પોલીસ હેડક્વાર્ટરમાં લાંબા સમયથી ફરજ બજાવતા અમુક કર્મચારીઓ અન્ય પોલીસ સ્ટેશન અને બ્રાન્ચમાં પોતાની બદલી થાય તે માટે રિપોર્ટ કર્યા હતા, પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીને તે પસંદ ન હોય પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા કે અન્ય કોઇ કારણોસર આ બદલી રિપોર્ટ અટકાવી દેવાયા હતા, પરંતુ બદલી નીતિમાં પોલીસ કમિશનરે પેધી ગયેલા અધિકારીઓની સિન્ડિકેટ તોડી તમામને સમાન તકનો નિર્ણય લઇ તેને અમલી કરતા કર્મચારીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઇ હતી.
    Click here to Read More
    Previous Article
    સિંહણ રોડ પર બેસી જતાં વાહન ચાલકો થંભી ગયા:પ્રશ્નાવડા-મોરાસા માર્ગ પર મોડી રાત્રે લોકોએ અદભુત નજારો કેમેરામાં કેદ કર્યો; કુતૂહલ સર્જાયું
    Next Article
    નણંદની જીદ્દના કારણે પતિએ છૂટાછેડાનું લખાણ કરાવ્યું:પ્રેમલગ્ન કર્યા બાદ પતિએ છૂટાછેડા વગર જ સમાજની યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment