Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ સામે સવાલ:ઝાલાવાડમાં એક અઠવાડિયામાં હત્યાના બે બનાવ પણ હત્યારાઓના સગડ મળ્યા નથી

    4 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં અઠવાડિયા દરમિયાન હત્યાના બે બનાવો બનેલ છે. બંને બનાવોમાં પોલીસતંત્ર હત્યારાઓના સગડ મેળવવામાં નિષ્ફળ રહેતા લોકમુખે પોલીસની કામગીરી ચર્ચાનો વિષય બનેલ છે. વઢવાણના મૂળચંદ રોડ ઉપર મંગળવારે ધોળા દિવસે ચમારજનો રાજેશ નામનો શખ્સ તેની પત્ની સોનલને છરીના ઉપરા ઉપરી ઘા મારીને મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. 36 કલાક પછી પણ પોલીસને નાસી ગયેલ હત્યારાના સગડ મળેલ ન હોવાનું જાણવા મળે છે. જ્યારે દસાડા તાલુકાના પોટડા ગામે રહેતા 69 વર્ષના કડવાજી લક્ષ્મણજી ઠાકોર શનિવારે રાત્રે પોતાના ઘર પાસે ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલો નાંખીને સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સે બોથડ પદાર્થના ઘા મારીને તેમનું ઊંઘમાં જ મોત નિપજાવેલ હતું. ચાર દિવસ થવા છતાં આ હત્યા કોણે કરી? શા માટે કરી? તે પ્રશ્નોનો ભેદ અકબંધ રહ્યો છે. મારનારના પુત્ર મોઢે રૂમાલ બાંધેલા શખસની પાછળ રોડ સુધી ટોર્ચ લઈને ગયા હતા. છતાં તે અજાણ્યો શખસ અંધારામાં ઓગળી ગયો હતો. આ બનાવમાં પોલીસને હજુ સુધી હત્યારાના કોઈ સગડ-સુરાગ મળેલ ન હોવાનું જાણવા મળે છે. લોકમુખેથી પોલીસતંત્રની કાબેલીયત સામે સવાલો ઉઠી રહ્યા છે. જિલ્લો જાણે અસામાજિક તત્ત્વો માટે મોકળું મેદાન બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર સાત દિવસના ગાળામાં બનેલી બે ઘાતકી હત્યાની ઘટનાઓએ સમગ્ર પંથકને હચમચાવી મૂક્યો છે, છતાં સ્થાનિક પોલીસ હજુ સુધી આરોપીઓની કડી મેળવવામાં સદંતર વામણી પુરવાર થઈ રહી છે. પોલીસ તંત્ર સામાન્ય જુગારને પકડવામાં વ્યસ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણિયા જુગારની મૌસમ પુરબહારમાં ખીલી છે. પોલીસતંત્ર આ દુષણને ડામવામાં વ્યસ્ત રહેતું હોવાથી હત્યા જેવા ગંભીર ગુનાઓના ડિટેકશનમાં ઢીલ રહેતી હોવાનું લોકો માને છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દારૂ-જુગારના દુષણ સાથે ગંભીર ગુનાઓના ડિટેકશનમાં પણ ધ્યાન આપવા પોલીસ તંત્રના તાકીદ કરે તેવી લાગણી અને માંગણી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં તા. 23મીએ બે સ્પર્ધાત્મક‎ પરીક્ષા:કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત પોલીસ ટેકનિકલ ભરતી અમદાવાદ, ગાંધીનગર ખાતે આયોજિત
    Next Article
    ફૂડ વિભાગનું ચેકિંગ:8 હોટલમાંથી 60 કિલો વાસી ખોરાક મળ્યો શંકાસ્પદ પનીરના 14 સેમ્પલ પણ લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment