Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ વિભાગનું ચેકિંગ:8 હોટલમાંથી 60 કિલો વાસી ખોરાક મળ્યો શંકાસ્પદ પનીરના 14 સેમ્પલ પણ લેવાયા

    4 days ago

    ગુજરાત સરકાર દ્વારા 6 ઓગષ્ટના રોજ રાજ્યમાં એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ લગાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરની સૂચનાથી બુધવારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, સાયલા, ચુડા સહિતની 8 રેસ્ટોરેન્ટમાંથી વાસી ખોરાક મળ્યો હતો. જેનો નાશ કરાયો હતો. ઉપરાંત પનીરના 14 નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. વાસી ગ્રેવી, મંચુરીયન ગોળી, દહીં, લોટ અનાજ કઠોળ, શાકભાજી તથા અન્ય રો મટિરિયલ જે 60 કિલો જેટલો જથ્થો થાય તેને જપ્ત કરી સ્થળ પર જ નાશ કરાયો હતો. ગુજરાતી, પંજાબી શાકના નમૂના લીધા ખાદ્ય ચીજવસ્તુઓની તપાસ કરાઈ હતી. જેમાં પનીર, તૈયાર શાક - વાલ સેવ ટમેટા, બટાકા, મીકસ, બટર, ચીઝ, પંજાબી શાક, અન્ય ગુજરાતી શાકના 14 નમૂના લીધા જે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. - પીયુષ સાવલિયા, ફૂડ સેફ્ટી ઓફિસર આ હોટલોમાં ચેકિંગ કરાયું શિવ શક્તિ હોટલ, હોટલ મોમાઇ, હોટલ કિસ્મત કાઠીયાવાડી, હોટલ દેવાંગી, હોટલ આકાશ પેલેસ, હોટલ જય ભવાની, હોટલ વેસ્ટર્ન સહિતના એનાલોગ પનીર, ચીઝ, બટરની તપાસ કરાઇ હતી. જેમાં 3 સ્થળે શંકાસ્પદ લાગતા પનીરના સેમ્પલ લેવાયા હતા. જિલ્લામાં હાલ કાર્યવાહી હાથ ધરાઇ છે તો કેટલા સમયથી આવા બિનઆરોગ્યપ્રદ ચીઝ, બટર, પનીર વેચાતા હશે તે પણ તપાસ થાય તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ સામે સવાલ:ઝાલાવાડમાં એક અઠવાડિયામાં હત્યાના બે બનાવ પણ હત્યારાઓના સગડ મળ્યા નથી
    Next Article
    વિવાદ:સિવિલમાં 70 કરોડનું ટર્નઓવર હશે તો જ સિક્યોરિટીનું ટેન્ડર મળશે, 5 ગણો વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment