Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના 70ની અટકાયત:લોકશાહી મુદ્દે વિરોધ પ્રદર્શન, 5 વર્ષનું બાળક પણ જોડાયું; પોલીસ અને કાર્યકરો વચ્ચે તણાવ

    13 hours ago

    સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીના નેતૃત્વમાં ટાગોર બાગ ખાતે આયોજિત આ પ્રદર્શનમાં 70થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી. કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આ વિરોધ કર્યો હતો. લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાના મુદ્દાઓને લઈને કોંગ્રેસે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ 'જબ જબ ભાજપ ડરતા હૈ, પોલીસ કો આગે કરતા હૈ' અને 'ભાજપ હાય હાય' જેવા સૂત્રોચ્ચાર કર્યા. ટાગોર બાગ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવ સર્જાયો હતો. નૌશાદ સોલંકી સહિત 70થી વધુ લોકોની અટકાયત થતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો. આ વિરોધ પ્રદર્શનમાં એક પાંચ વર્ષનું બાળક પણ જોડાયું હતું, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું.
    Click here to Read More
    Previous Article
    'રાહુલ તેરા ક્યા ભરોસા':ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ ભવન ઘેર્યું, પૂર્વ અગ્નિવીરો માટે ગુડ ન્યૂઝ; અતુલ દાદાએ વાયરલ ટ્રેન્ડની ઝાટકણી કાઢી, કિર્તીદાનના ગરબા ખુલ્લામાં રમાશે
    Next Article
    ડેમમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો:​ધંધુસર ગામના ડેમમાંથી મગરોના જાવા વચ્ચેથી ફાયર વિભાગે જીવના જોખમે આધેડનો મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસ તપાસ હાથ ધરાય.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment