Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાજપુરીમાં જમીન પર સૂતેલા બાળકને કોઇ અજાણ્યા જાનવરે બચકું ભર્યું:મોરવા(હ)માં રહસ્યમય ઘટના, બાળકના હાથમાંથી લોહી વહેતાં દોડધામ મચી ગઇ

    21 hours ago

    પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના તાજપુરી ગામે એક અજીબોગરીબ અને ગભરાટભરી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા કમલેશભાઈ રાવળનો એક વર્ષીય પુત્ર રુદ્ર રાત્રિના સમયે તેની માતા સાથે જમીન પર સૂઈ રહ્યો હતો. તે દરમિયાન મોડી રાત્રે આશરે 3.30 વાગ્યાના અરસામાં ઘરમાં આવેલા કોઇ અજાણ્યા જાનવરે બાળકના ડાબા હાથે બચકું ભરી લીધું હતું. જેથી હાથમાંથી સતત લોહી વહેવા લાગતાં અને હાથ પર સોજો આવી જતાં પરિવારજનો ભારે ચિંતામાં મૂકાઇ ગયા હતા. બાળકને ઉંદર કરડ્યો છે કે કોઈ ઝેરી સાપ, તે બાબતે માતા-પિતા ઘોર અસમંજસમાં મુકાઈ ગયા હતા. બનાવને પગલે ગભરાયેલા માતા-પિતા સવારે તાત્કાલિક બાળકને મોરવા હડફના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. ત્યાંના તબીબોએ પ્રાથમિક સારવાર આપી બાળકને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો. ગોધરા સિવિલના ઈમરજન્સી વિભાગના તબીબોએ તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરી જરૂરી ઇન્જેક્શન આપ્યા હતા. સાવચેતીના ભાગરૂપે બાળકને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા માટે સિવિલમાં દાખલ કરાયો છે. હાલ તેની સ્થિતિ સ્થિર છે. તબીબોની પ્રાથમિક તપાસમાં બાળકને કોઈ અતિ ઝેરી જાનવર કરડ્યું ન હોવાનું સામે આવ્યું છે, જેથી પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. રાત્રીના કોઈ જાનવર કરડી ગયું હતું મારો એક વર્ષીય પુત્ર રુદ્ર રાત્રે તેની માતા સાથે સૂઈ રહ્યો હતો. ત્યારે કોઈ જાનવર તેના ડાબા હાથે કરડી જતાં લોહી નીકળવા માંડ્યું હતું. અમોને વહેલી સવારે ખબર પડતાં તાત્કાલિક મોરવા હડફ અને ત્યારબાદ ગોધરા સિવિલ સારવાર અર્થે લાવ્યા છીએ. - કમલેશ રાવળ, બાળકના પિતા
    Click here to Read More
    Previous Article
    સિવિલ સહિતની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ:મોરબીમાં ઝાડા-ઉલટીનો અજગરીભરડો, બે માસમાં 637 કેસ‎
    Next Article
    ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસકર્મી પર પતિનો ધારિયાથી હુમલો:પોલીસ કર્મીને ધારીયુ મારતાં હાથનો અંગૂઠો કપાઇ જતાં વડોદરા સારવાર માટે ખસેડાઇ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment