Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસકર્મી પર પતિનો ધારિયાથી હુમલો:પોલીસ કર્મીને ધારીયુ મારતાં હાથનો અંગૂઠો કપાઇ જતાં વડોદરા સારવાર માટે ખસેડાઇ‎

    22 hours ago

    ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા સરકારી ક્વાર્ટરમાં 17 ઓગસ્ટની રાત્રે ગોધરા ડીએસપી કચેરીમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી મીનાબેન પર તેમના જ પતિ મહિપાલસિંહ ઝાલાએ અગમ્ય કારણોસર ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલોમાં મહીલા કર્મીના માથા પર ઇજા અને અંગુઠો કપાઇ જતા વડોદરા ખાતે સારવાર માટે ખસેડાઇ હતી. ગોધરાના પોલીસ હેડકવાર્ટરમાં રહેતી મહિલા પોલીસ કર્મી મીનાબેન પોતાના કવાર્ટરમાં હતા તે દરમ્યાન 17 ઓગસ્ટ રાત્રીના 10 વાગે મીનાબેનનો પતિ મહિપાલસિંહ કીરણસિંહ ઝાલા કોઇ કારણસમ ધારીયુ લઇને આવીને તેની પત્ની મીનાબેન પર અચાનક ધારિયાથી હુમલો કરી માથાના ભાગે 2-3 ઘા ઝીંકી દીધા હતા. મીનાબેને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતા તેમના ડાબા હાથની હથેળી પર ધારીયું વાગવાથી અંગૂઠો કપાઈને અલગ થઈ ગયો હતો. જમણા હાથે પણ ઊંડા ઘા વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઘટના સમયે અવાજ સાંભળીને પડોશમાં રહેતા પોલીસ સ્ટાફના સભ્યો દોડી આવ્યા હતા. 108 મારફતે ઇજાગ્રસ્તને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. બાદમાં તબિયત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલુ છે. આ મામલે ઈજાગ્રસ્ત મહિલાના ભાઈ નરેશસિંહ હરીશચંદ્ર પરમારે વડોદરા હોસ્પિટલ ખાતેથી પોતાના બનેવી મહિપાલસિંહ કિરણસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    તાજપુરીમાં જમીન પર સૂતેલા બાળકને કોઇ અજાણ્યા જાનવરે બચકું ભર્યું:મોરવા(હ)માં રહસ્યમય ઘટના, બાળકના હાથમાંથી લોહી વહેતાં દોડધામ મચી ગઇ
    Next Article
    સ્થાનિકો દ્વારા પાણીના નિકાલ માટે કાયમી ઉકેલની માંગ‎:ઓરસંગ બ્રિજ પર ખાડા પૂરવાની કામગીરી કરાતાં ચાલકોને રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment