Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ સહિતની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ:મોરબીમાં ઝાડા-ઉલટીનો અજગરીભરડો, બે માસમાં 637 કેસ‎

    20 hours ago

    મોરબીમાં વિલંબિત ચોમાસા વચ્ચે 24 ઓગસ્ટથી પડેલા ભારે વરસાદ બાદ વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. વારંવાર ધૂપછાંવ, વરસાદી ઝાપટાં, ભેજયુક્ત ગરમી, ટાઢોડું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે દૂષિત પાણીના વિતરણ તથા શહેરમાં ગંદકીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. પાણીજન્ય ગણાતી ઝાડા-ઉલ્ટીની બીમારીએ ચિંતા વધારી છે. બે મહિનામાં ઝાડા-ઉલ્ટીના 637 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના આંકડામાં સામે આવ્યું છે. જનરલ પ્રેક્ટિશનરોના જણાવ્યા મુજબ ઝાડા-ઉલ્ટીના કેસોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. કેટલાક દર્દીઓ એકાદ-બે દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જાય છે, જ્યારે કેટલાકને પાંચ કે તેથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. સિવિલ હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલોમાં ઝાડા-ઉલ્ટીના દર્દીઓની ઓપીડી વધી છે. નાના ક્લિનિકથી લઈને મોટી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધતી જોવા મળી રહી છે. પાણીજન્ય બીમારીઓમાં ઝાડા-ઉલ્ટી ઉપરાંત સાદો તથા ઝેરી કમળો અને મરડો જેવા રોગોનો સમાવેશ થાય છે. હાલ મુખ્યત્વે ઝાડા-ઉલ્ટીના કેસો વધ્યા હોવાનું તબીબો જણાવી રહ્યા છે. ગંદકી અને દૂષિત પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ નહીં આવે તો સ્થિતિ વધુ વકરવાની શક્યતા છે. મોરબીમાં ઝાડા-ઉલ્ટીનું પ્રમાણ વધ્યું હોવા છતાં જિલ્લા આરોગ્ય અધિકારીએ પાણીજન્ય બીમારીઓના સત્તાવાર કેસો સામે આવ્યા ન હોવાનું જણાવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.વી. બાવરવાના જણાવ્યા મુજબ મોરબીમાં કમળો, કોલેરા કે અન્ય પાણીજન્ય બીમારીની સત્તાવાર વિગતો સામે આવી નથી. જોકે આરોગ્ય તંત્ર તકેદારીનાં પગલાં ભરશે અને હાલના વાતાવરણને ધ્યાનમાં રાખી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. મોરબી જિલ્લા કલેક્ટર અને ફૂડ વિભાગ એક્શનમાં આવે તે ખૂબ જરૂરી‎ ચોમાસામાં ઋતુજન્ય બીમારીઓ ફેલાતી હોય છે, ત્યારે હાલ ઝાડા-ઉલ્ટીના વધતા કેસોને પગલે તંત્રની સતર્કતા જરૂરી બની છે. મનપાનો ફૂડ વિભાગ પાણીજન્ય પદાર્થો, પાણીપુરી, મીઠાઈ, ફરસાણ, હોટલ-રેસ્ટોરન્ટ સહિતની ખાદ્ય વસ્તુઓની ચકાસણી કરી કડક કાર્યવાહી કરે તો જન્માષ્ટમી પહેલાં પાણીજન્ય રોગચાળો વધુ ફેલાતો અટકાવી શકાય. જિલ્લા કલેક્ટર ખાસ બેઠક બોલાવી આરોગ્ય અને મનપા તંત્રને શહેરની ગંદકી, જીવાતો તથા મચ્છરોના ઉપદ્રવ સામે નક્કર કાર્યવાહી કરાવે તેવી માગ છે. > સતીષભાઈ કાનાબાર, પ્રબુદ્ધ નાગરિક રોજ 50થી 100 સુધી કેસ નોંધાયા છે મોરબીની સિવિલ હોસ્પિટલથી લઈને મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં રોજના સરેરાશ 50થી 100 જેટલા ઝાડા-ઉલ્ટીના કેસો આવી રહ્યા હોવાનું જનરલ પ્રેક્ટિશનર ડો. મયુરભાઈ સદાતીયાએ જણાવ્યું હતું. તેમણે લોકોને બહારની ચટપટી ખાદ્ય વસ્તુઓથી દૂર રહેવા, ખાસ કરીને પાણીપુરી ન ખાવા તથા ઘરે પાણી ઉકાળીને પીવાની સલાહ આપી હતી. > ડો. મયુરભાઈ સદાતીયા, જનરલ પ્રેક્ટિશનર
    Click here to Read More
    Previous Article
    પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત:RTOની નામ ટ્રાન્સફર સહિતની કામગીરીમાં વિલંબ
    Next Article
    તાજપુરીમાં જમીન પર સૂતેલા બાળકને કોઇ અજાણ્યા જાનવરે બચકું ભર્યું:મોરવા(હ)માં રહસ્યમય ઘટના, બાળકના હાથમાંથી લોહી વહેતાં દોડધામ મચી ગઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment